નવી દિલ્હી: કોરોના વાઇરસની મહામારી સામે લડવા માટે PM-CARES ફંડમાં લોકો મદદ કરી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ પણ PM-CARES ફંડમાં યોગદાન આપી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશને PM-CARES ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
કોરોનાનો પ્રકોપ : અદાણી ફાઉન્ડેશને રૂપિયા 100 કરોડની સહાયની જાહેરાત કરી - PM-CARES ફંડ
કોરોના વાઇરસની મહામારી સામે લડવા માટે PM-CARES ફંડમાં લોકો મદદ કરી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ પણ PM-CARES ફંડમાં યોગદાન આપી રહ્યા છે.
કોરોનાનો પ્રકોપ : અદાણી ફાઉન્ડેશને રૂપિયા 100 કરોડની સહાયની જાહેરાત કરી
અદાણી ગ્રુપ ઉપરાંત દેશના અન્ય ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા છે. જેએસડબ્લ્યુ જૂથે રવિવારે કહ્યું હતું કે તે કોરોના વાઇરસ મહમારી સામે લડવા માટે રૂપિયા 100 કરોડની સહાય પૂરી પાડશે. આ નાણાકીય સહાય ઉપરાંત, સજ્જન જિંદાલની આગેવાની હેઠળના જૂથ આરોગ્ય કર્મચારીઓને જરૂરી સાધનો પણ પૂરા પાડશે અને તેના કર્મચારીઓ વાઇરસના ફેલાવાને રોકવા માટે એક દિવસનો પગાર દાન કરશે.