ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ માત્ર 45 પોઈન્ટ ઉછળ્યો - શેર બજાર મંગળવાર સમાચાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 45.68 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 60,499.93ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 0.50 પોઈન્ટના વધારા સાથે 18,069.00ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ માત્ર 45 પોઈન્ટ ઉછળ્યો
Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ માત્ર 45 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Nov 9, 2021, 9:35 AM IST

  • સપ્તાહના બીજા દિવસે આજે શેર બજારની ફ્લેટ શરૂઆત
  • સેન્સેક્સ 45.68 અને નિફ્ટી 0.50 પોઈન્ટ ઉછળ્યો
  • આજે ફરી એક વાર સેન્સેક્સ 60,000ને પાર

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 45.68 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 60,499.93ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 0.50 પોઈન્ટના વધારા સાથે 18,069.00ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આજે ચર્ચામાં રહેનારા શેર્સ

આજે દિવસભર અરબિન્દો ફાર્મા (Aurobindo Pharma), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries), કેડિલા હેલ્થકેર (Cadila Healthcare), બ્રેટેનિયા ઈન્ડસ્ટ્રીઝ (Britannia Industries), કિર્લોસકર ન્યૂમેટિક (Kirloskar Pneumatic), પૂનાવાલા ફિન્કોર્પ (Poonawalla Fincorp), ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Ujjivan Small Finance Bank) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 2.50 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.10 ટકાના વધારા સાથે 29,536.17ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.05 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.83 ટકાના વધારા સાથે 17,560.25ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.07 ટકાના સામાન્ય વધારા સાથે 24,780.63ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.24 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.07 ટકાના ઘટાડા સાથે 3,496.07ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details