ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે Share Marketમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17,000ને પાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) સપાટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 37.42 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 57,375.63ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 7.50 પોઈન્ટ (0.04 ટકા)ના વધારા સાથે 17,083.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

By

Published : Sep 2, 2021, 9:35 AM IST

આજે Share Marketમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17,000ને પાર
આજે Share Marketમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17,000ને પાર

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) સપાટ શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 37.42 પોઈન્ટ નિફ્ટી (Nifty) 7.50 પોઈન્ટનો વધારો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) સપાટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 37.42 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 57,375.63ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 7.50 પોઈન્ટ (0.04 ટકા)ના વધારા સાથે 17,083.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર રોકાણકારોની નજર વેદાન્તા (Vedanta), સ્પાર્ક (SPARC), ગ્લેનમાર્ક લાઈફ (Glenmark Life), મિન્ડા કોર્પ (Minda Corp), એસબીઆઈ (SBI), એનટીપીસી રેલ (NTPC REL), ધુન્સેરી વેન્ચર્સ (Dhunseri Ventures) જેવા શેર્સ પર રહેશે.

આ પણ વાંચો-ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

ડાઉ ફ્યૂચર્સમાં નબળાઈ જોવા મળી

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 26.50 પોઈન્ટના વધારા સાથે 17,126ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિક્કેઈમાં 0.09 ટકાનો વધારો થયો છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times) 0.06 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.04 ટકાના વધારા સાથે 17,480.49ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.23 ટકાના વધારા સાથે 26,349.54ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.74 ટકાનો ઘટાડો અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.33 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં 50 પોઈન્ટની નબળાઈ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details