ગુજરાત

gujarat

ETV Bharat / business

Sovereign Gold Bond Schemeનો પાંચમો હપ્તો આજથી ખૂલ્યો, સ્કીમ 12 ઓગસ્ટ સુધી રહેશે ખૂલ્લી - Bombay Stock Exchange Limited

સરકારી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 (Sovereign Gold Bond Scheme 2021-22) નો પાંચમો હપ્તો આજથી (સોમવાર) ખૂલી ગયો છે. આ સ્કીમ 9થી 12 ઓગસ્ટ સુધી ખૂલ્લી રહેશે, જેમાં સોનાની એક સસ્તી કિંમત પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક મળશે.

Sovereign Gold Bond Schemeનો પાંચમો હપ્તો આજથી ખૂલ્યો, સ્કીમ 12 ઓગસ્ટ સુધી રહેશે ખૂલ્લી
Sovereign Gold Bond Schemeનો પાંચમો હપ્તો આજથી ખૂલ્યો, સ્કીમ 12 ઓગસ્ટ સુધી રહેશે ખૂલ્લી

By

Published : Aug 9, 2021, 11:44 AM IST

  • ગોલ્ડ બોન્ડ (Gold Bond)માં રોકાણ કરનારા લોકો માટે સારી તક
  • સરકારી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 (Sovereign Gold Bond Scheme 2021-22)નો પાંચમો હપ્તો આજ (સોમવાર)થી ખૂલ્યો
  • આ સ્કીમ 9થી 13 ઓગસ્ટ સુધી ખૂલ્લી રહેશે, જેમાં તમને સોનાની એક સસ્તી કિંમત પર ગોલ્ડ બોન્ડ (Gold Bond) ખરીદવાની તક મળશે

નવી દિલ્હીઃ સોનાના રોકાણકારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો રોકાઈ જજો. તમને ગોલ્ડ બોન્ડ (Gold Bond)માં રોકાણ કરવાની તક મળી રહી છે, જે ગોલ્ડમાં રોકાણનું ઘણું પ્રખ્યાત અને વિશ્વાસપાત્ર માધ્યમ છે. સરકારી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 (Sovereign Gold Bond Scheme 2021-22)નો પાંચમો હપ્તો આજ (સોમવાર)થી ખૂલ્યો છે. આ સ્કીમ 9થી 13 ઓગસ્ટ સુધી ખૂલ્લી રહેશે, જેમાં તમને સોનાની એક સસ્તી કિંમત પર ગોલ્ડ બોન્ડ (Gold Bond) ખરીદવાની તક મળશે. આપને જણાવી દઈએ કે, આ સ્કીમનો છઠ્ઠો હપ્તો અને છેલ્લો હપ્તો 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર માટે ખૂલશે. એટલે કે ઈચ્છુક રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ (Gold Bond)માં રોકાણ કરવા માટે પાંચમા અને છઠ્ઠી સ્કીમની તક છે.

આ પણ વાંચો-Share Market: સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર

ઈશ્યુ પ્રાઈઝ શું છે?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તેની પર પોતાની એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, બોન્ડના સબસ્ક્રિપ્શન માટે ઈશ્યુ પ્રાઈઝ India Bullion and Jewellers Association Limitedના છેલ્લા કારોબારી સત્રોમાં સોનાની ક્લોઝિંગ પ્રાઈઝ (Gold Closing Price)ના હિસાબે રહેશે. આ વખતે બોન્ડની કિંમત 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે.

આ પણ વાંચો-એર એશિયા ઇન્ડિયાએ માર્ચ 2022 સુધી શરૂ કર્યો ફ્લેશ સેલ

ડિજિટલ પેમેન્ટ કરનારા લોકોને છૂટ મળશે

ગોલ્ડ બોન્ડના (Gold Bond) પાંચમા હપ્તામાં બોન્ડની કિંમત 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે, પરંતુ આની પર ડિસ્કાઉન્ટ પણ છે. જો તમે 10 ગ્રામ સોનું ખરીદ્યું તો 47,900 રૂપિયામાં ખરીદી શકશો. અને જો તમે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કર્યું તો 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે. RBIએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પરામર્શથી તેઓ ઓનલાઈન આવેદન અને ડિજિટલ રીતે ભરપાઈ કરનારા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપશે. RBIના જણાવ્યાનુસાર, આવા રોકાણકારો માટે ઈશ્યુ પ્રાઈઝ (Issue Price) 4,757 રૂપિયા પ્રતિ ગ્રામ સોનું હશે. એટલે કે આવા રોકાણકારો જો 10 ગ્રામ સોનું ખરીદે છે તો તેમને 500 રૂપિયાની છૂટ મળશે અને તેઓ સોનું 47,400ના રેટ પર ખરીદી શકશે.

વ્યાજ કેટલું મળશે?

ગોલ્ડ બોન્ડમાં (Gold Bond) ઘણા ફાયદા છે. આ બોન્ડમાં બજારની સરખામણીમાં સોનું સસ્તું મળશે છે. સોનાની કિંમત (Gold Price) બજારમાં વધે તો તેના રોકાણની કિંમત વધી જાય છે અને સૌથી મોટી વાત રોકાણ પર 6 મહિનામાં વ્યાજ મળે છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ (Gold bond scheme) પર રોકાણકારોને વાર્ષિક 2.5 ટકાના દરથી વ્યાજ મળે છે.

કોણ ખરીદી શકે છે?

આ સ્કીમ અંતર્ગત ગોલ્ડ બોન્ડ (Gold Bond) કોઈ ટ્રસ્ટ, હિન્દુ અવિભક્ત કુટુંબ (Hindu undivided family-HUF), ચેરિટી સંસ્થા (Charity organization), યુનિવર્સિટી અને ભારતમાં રહેતો કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાના નામ પર અથવા તો કોઈક સગીરના નામ પર અથવા તો જોઈન્ટ તરીકેથી ખરીદી શકે છે.

કેટલું ખરીદી શકાય છે?

વ્યક્તિગત રીતે રોકાણકારો વાર્ષિક રીતે લઘુત્તમ 1 ગ્રામ અને મહત્તમ 4 કિલોગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) 4 કિલો, ટ્રસ્ટ અને આ પ્રકારની બીજી સરકારી માન્યતા મેળવેલી સંસ્થાઓ 4 કિલો સોનાના બોન્ડમાં રોકાણ કરી શકે છે. જો જોઈન્ટ હોલ્ડિંગ હોય તો આ લિમિટ બસ પહલા 2 રોકાણકારો પર લાગુ થશે.

ક્યાંથી ખરીદી શકાય?

બોન્ડ, બેન્કો (નાની નાણાકીય બેન્કો અને પેમેન્ટ બેન્કોને છોડીને), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), નામાંકિત પોસ્ટઓફિસ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને BSE જેવી માન્યતા ધરાવતા શેર બજારોના માધ્યમથી વેંચવામાં આવશે. ગોલ્ડ બોન્ડ સ્ટોક સર્ટિફિકેટ તરીકે આપવામાં આવશે અને રોકાણકારો તેને ડિમેટ ફોર્મમાં કન્વર્ટ કરાવવા માટે સ્વતંત્ર રહેશે.

ABOUT THE AUTHOR

...view details