ગુજરાત

gujarat

ETV Bharat / business

કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છેઃ ખાદ્ય મંત્રાલય - કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ

સામાન્ય વર્ગના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. અદાણી વિલ્મર અને રૂચિ ઈન્ડસ્ટ્રીઝ સહિત ખાદ્યતેલોના મુખ્ય કંપનીઓએ તેલના જથ્થાબંધ ભાવમાં પ્રતિલિટર 4થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સરકારે દાવો કર્યો છે કે, તહેવારોની સિઝનમાં ગ્રાહકોને રાહત આપવા કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છેઃ ખાદ્ય મંત્રાલય
કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છેઃ ખાદ્ય મંત્રાલય

By

Published : Nov 6, 2021, 3:13 PM IST

  • સામાન્ય વર્ગના લોકો માટે સારા સમાચાર, ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો
  • મુખ્ય કંપનીઓએ તેલના જથ્થાબંધ ભાવમાં પ્રતિલિટર 4થી 7 રૂપિયા ઘટાડ્યા
  • તહેવારોની સિઝનમાં ગ્રાહકોને રાહત આપવા કિંમતોમાં ઘટાડો કરાયો હોવાનો સરકારનો દાવો

નવી દિલ્હી: કેન્દ્ર અને રાજ્ય સરકારોની (Central and State Governments) સક્રિય સંડોવણીના કારણે દેશભરમાં ખાદ્યતેલના ભાવમાં (Price of Edible Oil) ઘટાડો થયો છે. એમ શુક્રવારે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે (Ministry of Food and Public Distribution) એક જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.

RBD પામોલિન ઓઈલ, રિફાઈન્ડ સોયાબિન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યૂટી ઘટાડાઈ

આ મંત્રાલયે જણાવ્યું હતું કે, ગયા વર્ષથી રાંધણ તેલના ભાવમાં સતત વધારો કરવા સરકારે ક્રૂડ પામ ઓઈલ, ક્રૂડ સોયાબિન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યૂટી 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી છે. આ તેલ પર એગ્રી-સેસ ક્રૂડ પામ ઓઈલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને ક્રૂડ સોયાબિન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે 5 ટકા કરવામાં આવ્યો છે. ઉપરોક્ત ઘટાડાના કારણે ક્રુડ પામ ઓઈલ માટે કુલ ડ્યૂટી 7.5 ટકા અને ક્રૂડ સોયાબિન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે 5 ટકા છે. RBD પામોલિન ઓઈલ, રિફાઈન્ડ સોયાબિન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યૂટી ઘટાડી દેવામાં આવી છે. તો વર્તમાન 32.5 ટકાથી 17.5 ટકા ડ્યૂટી કરવામાં આવી છે તેવું મંત્રાલયે જણાવ્યું હતું.

આ પણ વાંચો-દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો થયો વેપાર, 10 વર્ષમાં સૌથી વધુઃ CAIT

ઘટાડા પહેલા તમામ પ્રકારના ક્રુડ ખાદ્ય તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 20 ટકા હતો

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટાડા પહેલા તમામ પ્રકારના ક્રૂડ ખાદ્યતેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 20 ટકા હતો. હવે ઘટાડા પછી ક્રુડ પામ ઓઈલ પર અસરકારક ડ્યૂટી 8.25 ટકા, ક્રૂડ સોયાબિન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર 5.5 ટકા રહેશે. મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, ખાદ્યતેલની કિંમતોને નિયંત્રિત કરવા સરકારે પામ તેલ, સૂર્યમુખી તેલ અને સોયાબિન તેલ પરની આયાત જકાતને તર્કસંગત બનાવી છે. NCDEX પર સરસવના તેલના વાયદાના વેપારને સ્થગિત કરવામાં આવ્યા છે અને સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.

આ પણ વાંચો-ધનતેરસ પર સોના-ચાંદીના બજારમાં ફરી આવી તેજી, 7,500 કરોડ રૂપિયાનું થયું વેચાણ

તહેવારોની સિઝનમાં ગ્રાહકોને રાહત આપવા કિંમત ઘટાડી

અદાણી વિલ્મર અને રૂચિ ઈન્ડસ્ટ્રીઝ સહિતની મુખ્ય ખાદ્યતેલ કંપનીઓએ જથ્થાબંધ ભાવમાં પ્રતિલિટર 4થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તહેવારોની સિઝન દરમિયાન ગ્રાહકોને રાહત આપવા કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવો ઘટાડનારા અન્ય ખેલાડીઓમાં જેમિની એડિબલ્સ એન્ડ ફેટ્સ ઈન્ડિયા, હૈદરાબાદ, મોદી નેચરલ્સ, દિલ્હી, ગોકુલ રિ-ફોઈલ્સ એન્ડ સોલવન્ટ, વિજય સોલ્વેક્સ, ગોકૂલ એગ્રો રિસોર્સિસ અને એન.કે પ્રોટિન્સ છે.

ઓક્ટોબરથી ખાદ્ય કિંમતોમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ખાદ્ય કિંમતો વર્ષ અગાઉના સમયગાળા કરતા વધુ છે, પરંતુ ઓક્ટોબરથી તેમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સરકાર આયાત પર નિર્ભરતા ઘટાડવા ગૌણ ખાદ્ય તેલ, ખાસ કરીને રાઈસ બ્રાન તેલના ઉત્પાદનમાં સુધારો કરવા પગલાં લઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details