નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે લાદેલા લોકડાઉન બાદ લગભગ બે મહિના માટે ફ્લાઇટ સેવા સ્થગિત કરવામાં આવી હતી, જેને સોમવારથી ફરી શરૂ કરવામાં આવી છે, પરંતુ પહેલા જ દિવસે 80થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, ત્યારબાદ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર મુસાફરો ખૂબ નારાજ દેખાયા હતા.
ઘણા રાજ્યોએ હવાઈ કામગીરી મર્યાદિત કરી હતી, જેણે કારણે આવી સ્થિતિ ઉભી થઈ હતી. બપોરે 1 વાગ્યા સુધી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટથી લગભગ 82 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તેવી જ રીતે મુંબઇના સીએસએમઆઈએ ખાતે 24 આગમન અને 23 રવાના ફ્લાઇટ્સ સંચાલિત થવાની હતી.
શેડ્યૂલની શરૂઆતમાં એરપોર્ટથી 100થી વધુ ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ રાજ્ય સરકારે રવિવારે આ સંખ્યા 25 સુધી મર્યાદિત કરી દીધી હતી. ઈજીમાઈ ટ્રીપ ડોટ કોમના સીઈઓ અને સહ સંસ્થાપક નિશાંત પિટ્ટીએ જણાવ્યું હતું કે, યાત્રીઓને મુશ્કેલી ત્યારે ઉભી થઈ જ્યારે રાજ્ય સરકારે યાત્રા બાદ ક્વોરનટાઈન થવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યો છે. તેમજ એરલાઈન્સ યાત્રીને ફ્લાઈટ રદ થવાની જાણકારી પહોંચાડવામાં નિષ્ફળ રહી, અને એરપોર્ટ પર પહોંચી તેમની ફ્લાઈય રદ્દ થવા અંગે જાણ થતાં તેઓમાં નિરાશા જોવા મળી.
આઇજીઆઈ એરપોર્ટમાં અમદાવાદથી સ્પાઇસ જેટની ફ્લાઇટ પણ સુનિશ્ચિત થયેલ છે. ઘરેલુ ઉડાન શરૂ થતાંની સાથે જ આઈજીઆઈની જેમ સીએસએમઆઈએથી પણ બે ફ્લાઇટ્સ ચલાવવામાં આવી. પહેલી ફ્લાઇટ પટનાથી મુંબઇ જવા રવાના થઈ હતી. તે જ સમયે મુંબઇની પહેલી ફ્લાઇટ લખનઉથી હતી. આ બંને ફ્લાઈટનું સંચાલન ઈન્ડિગો દ્વારા કરવામાં આવ્યું છે.