મુંબઈઃ આજે સૌ કોઈની નજર દિલ્હી ચૂંટણી પરિણામ તરફ મંડાયેલી છે. ગણતરીના કલાકોમાં પરિણામ જાહેર થવાના છે. ત્યારે ભારતીય શેર બજારમાં તેજી વર્તાઈ રહી છે. અઠવાડિયાના બીજા દિવસે શરૂઆતના બે કલાકમાં સેન્સેક્સ 400થી વધી હતો. જે 41 હજાર વટાવી ચૂક્યો છે. એવી જ રીતે નિફ્ટીના શેરમાં પણ 130 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. ત્યારે વ્યાપારી જગતમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
મતગણરીના ચાર તબક્કામાં ‘આપ’ને પ્રચંડ બહુમતિ મળી રહી છે. જેથી એકવાર ફરી દિલ્હીમાં ‘આપ’ની સરકારના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
સોમવારે બજાર સ્થિતી
સોમવારે દેશના શેર બજારમાં મંદી જોવા મળી હતી. સેન્સેક્સ 162.23ના ઘટાડાની સાથે 40,979.62 અને નિફ્ટી 66.85 પોઈન્ટના ઘટાડાની સાથે 12,031.50 પર બંધ થયું હતું. આખો દિવસ સેન્સેક્સ 41,172.06થી 40,798.98 વચ્ચે નોંધાયો હતો. ત્યારે બીજી તરફ નિફ્ટી 12,103.55થી 11,990.75 પોઈન્ટ વચ્ચે નોંધાયો હતો.
સોમવારે સેન્સેક્સનો શેર સાતથી વધીને 30 થયો હતો. આ સમયગાળા દરમિયાન બજાજ ફાઇનાન્સ (1.51 ટકા), ટીસીએસ (1.20 ટકા), કોટક બેંક (1.04 ટકા), એશિયન પેઇન્ટ (0.69 ટકા) અને HDFC (0.36 ટકા)માં સૌથી વધુ ઉછાળો નોંધાવ્યો છે. તો , સેન્સેક્સ શેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (7.16ટકા), ટાટા સ્ટીલ (5.80 ટકા), ઓએનજીસી (2.84), સન ફાર્મા (2.39 ટકા) અને હિરો મોટો કોર્પ (2.34 ટકા )ના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
https://aajtak.intoday.in/story/delhi-election-aap-bjp-share-market-sensex-nifty-bse-nse-tut-1-1162880.html