નવી દિલ્હીઃ મોદી સરકાર ક્રિપ્ટોકરન્સીને લઈને નીતિ (Indian govt crypto policy)ઓ બનાવી રહી છે. નાણાપ્રધાને કહ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ (Crypto currency tax) લગાવવાનો સરકારનો અધિકાર છે. સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala sitaraman on budget) કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર ટેક્સ લગાવવાનો સરકારનો સાર્વભૌમ અધિકાર છે.
ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ
ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભવિષ્ય અંગે નાણાપ્રધાને કહ્યું કે, તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે કે નહીં, તે ચાલી રહેલી ચર્ચા પછી નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું, 'તે કાયદેસર છે કે નહીં, તે એક અલગ પ્રશ્ન છે, પરંતુ મેં તેમાંથી મેળવેલા નફા પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, કારણ કે તે અમારો સાર્વભૌમ અધિકાર છે.' ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોમાંથી નફા અંગે નાણાપ્રધાને કહ્યું કે, શું ટ્રાન્ઝેક્શન છે. કાયદેસર કે ગેરકાયદેસર, તે એક અલગ પ્રશ્ન છે. સરકાર ટેક્સ વસૂલશે કારણ કે ટેક્સ લેવો એ સાર્વભૌમ અધિકાર છે. જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ છાયા વર્માએ ક્રિપ્ટોકરન્સી પર સવાલ ઉઠાવ્યા હતા. વર્માએ ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લગાવવાની કાયદેસરતા વિશે પૂછ્યું હતું.
આ પણ વાંચો:સાયકો પ્રેમી: બચવા માટે યુવતી આજીજી કરતી રહી અને યુવકે જાહેરમાં ગળું કાપ્યું