ગુજરાત

gujarat

ETV Bharat / business

કોવિડ-19 વેક્સીનઃ ફાઈઝરની ઘોષણા બાદ દુનિયાભરના શેરબજારમાં ઊછાળો

બહુરાષ્ટ્રીય દવા નિર્માતા ફાઈઝરે કોવિડ-19 વેક્સીનના માનવ પરીક્ષણનો ત્રીજો તબક્કો સફળતાથી પાર કરી લીધો છે. આ ઘોષણા પર વૈશ્વિક શેર બજારોની સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી છે. અમેરિકી શેર બજાર ડાઉ જોન્સમાં લગભગ 3 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. જ્યારે એસ એન્ડ પી 500માં 1.17 ટકાની વૃદ્ધિ થઈ હતી. આ ઉપરાંત અન્ય શેરબજારોમાં પણ સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી. આ સંબંધમાં ઈટીવી ભારતે આર્થિક મામલાના તજજ્ઞ સુનીલ સિન્હા સાથે વાત કરી હતી.

કોવિડ-19 વેક્સીનઃ ફાઈઝરની ઘોષણા બાદ દુનિયાભરના શેરબજારમાં ઊછાળો
કોવિડ-19 વેક્સીનઃ ફાઈઝરની ઘોષણા બાદ દુનિયાભરના શેરબજારમાં ઊછાળો

By

Published : Nov 11, 2020, 1:28 PM IST

  • કોરોના વેક્સીનના માનવ પરીક્ષણનો ત્રીજો તબક્કો પૂર્ણ
  • કોરોના વેક્સીન બનાવતી કંપની ફાઈઝરે કરી હતી ઘોષણા
  • ઘોષણા બાદ દુનિયાભરના શેર બજારમાં જોવા મળ્યો ઊછાળો


નવી દિલ્હીઃ કોરોના મહામારીથી લડી રહેલા વિશ્વને આર્થિક મામલે સકારાત્મક પરિણામ મળી રહ્યું છે. મહામારીથી બચવા દવા નિર્માણમાં લાગેલી બહુરાષ્ટ્રીય કંપની ફાઈઝરે જ્યારે ઘોષણા કરી કે માનવ પરીક્ષણના ત્રીજા તબક્કામાં સફળતા મળી છે. તો દુનિયાના ઘણા શેર બજારોમાં ઊછાળો જોવા મળ્યો હતો. આ સંબંધમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુનીલ સિન્હાએ કહ્યું, લોકો વચ્ચે આ ખબરને લઈને સકારાત્મક ભાવનાઓનું સંચાર થયું છે. તેમણે કહ્યું, લોકોને આશાનું કિરણ જોવા મળી રહ્યું છે અને આ કારણથી જ દુનિયાભરના પ્રમુખ શેર બજારોમાં ઊછાળો આવ્યો છે.

કઠિનતા વચ્ચે રસી બનાવવામાં સફળતા મળતા લોકોમાં ખુશી

તેમણે વધુમાં કહ્યું, કેટલાક યુરોપીય દેશમાં કોરોના મહામારીનું બીજું મોજું દેખાઈ રહ્યું છે. તેવામાં કોરોનાથી લડવા માટે છેલ્લા છ મહિનામાં દુનિયાભરમાં જે સફળતા મળી છે તે ધૂળમાં મળતી જોવા મળી રહી છે. અત્યારની પરિસ્થિતિ કોરોનાના શરૂઆતી દિવસો જેવી બનતી જઈ રહી છે. સુનીલ સિન્હાએ કહ્યું, આ કઠિનતા વચ્ચે કોરોનાની રસી બનાવવામાં સફળતા મળવાના સમાચાર મળી રહ્યા છે. તો લોકો વચ્ચે સકારાત્મકતાનું સંચાર થયું છે. કોરોના રસી પર ફાઈઝર તરફથી કરવામાં આવેલી ઘોષણાએ ટનલમાંથી બીજા છેડેથી જોવા મળતા પ્રકાશ જેવી છે. આ સમાચારથી તમામ લોકો ખુશ છે અને શેર માર્કેટમાં પણ આના સકારાત્મક સંકેત જોવા મળી રહ્યા છે.

બીએસઈ અને એનએસઈના નિફ્ટીમાં પણ રેકોર્ડ બ્રેક ઊછાળો

અર્થશાસ્ત્રી સુનીલ સિન્હાએ કહ્યું, જો અર્થવ્યવસ્થા ફરી પાટ પર ચઢશે તો કોર્પોરેટ પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે અને આના માટે નવીનતાની આવશ્યકતા નહીં રહે. ભારતમાં પણ શેર બજારમાં ઊછાળો જોવા મળ્યો હતો. ફાઈઝરની ઘોષણા વચ્ચે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં રેકોર્ડ બ્રેક ઊછાળો નોંધાયો હતો. 30 શેરના ઈન્ડેક્સમાં બીએસઈ સેન્સેક્સ 704 સંખ્યા (1.68 ટકા)નો ઊછાળો લગાવીને 42597ના પોતાના ઉચ્ચ સ્તર પર બંધ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details