ગુજરાત

gujarat

ETV Bharat / business

ગડકરીએ આપ્યો સંકેત, દિશા-નિર્દેશો સાથે જલ્દી જ શરૂ થશે પરિવહન સેવાઓ - પબ્લિક ટ્રાન્સપોર્ટેશન

ગડકરીએ સતર્ક કરતા કહ્યું કે, લોકોએ બસ અથવા કારના પરિચાલન દરમિયાન તમામ સુરક્ષા ઉપાયો, હાથ ધોવાથી લઇને સેનિટાઇઝ કરવું, ફેસ માસ્ક પહેરવો વગેરેનું ધ્યાન રાખવું પડશે. યાત્રી પરિવહન ઉદ્યોગની રાહત પેકેજની માગ પર ગડકરીએ કહ્યું કે, સરકારે તેમની સમસ્યાઓની પૂરી જાણકારી છે. સરકાર તેના મુદ્દાઓના ઉપાય માટે સમર્થન આપશે.

Etv Bharat, Gujarati News, Covid 19, NItin Gadkari
NItin Gadkari

By

Published : May 7, 2020, 11:45 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહ પ્રધાન નીતિન ગડકરીએ સંકેત આપ્યો છે કે, સાર્વજનિક પરિવહન સેવાઓ જલ્દી જ શરૂ થશે. કોરોના વાઇરસને લીધે લાગુ થયેલા લોકડાઉનથી સાર્વજનિક પરિવહન સેવાઓ બંધ છે. ગડકરીએ બુધવારે કહ્યું કે, સરકાર સાર્વજનિક પરિવહન સેવાઓને સુરક્ષિત ઉપયોગને લઇને દિશા-નિર્દેશ બનાવી રહી છે. જેમાં સામાજિક અંતર અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે પર ધ્યાન રાખવામાં આવશે.

તેમણે કહ્યું કે, પરિવહન સેવાઓ અને રાજમાર્ગ ખોલવાથી લોકોનો વિશ્વાસ કાયમ કરવામાં મદદ મળશે. તેની સાથે જ ગડકરીએ સર્તક કરતા કહ્યું કે, લોકોએ બસ અથવા કારના પરિચાલન દરમિયાન તમામ સુરક્ષા ઉપાયો, હાથ ધોવાથી લઇને સેનિટાઇઝ કરવું, ફેસ માસ્ક પહેરવો વગેરેનું ધ્યાન રાખવું પડશે. યાત્રી પરિવહન ઉદ્યોગની રાહત પેકેજની માગ પર ગડકરીએ કહ્યું કે, સરકારે તેમની સમસ્યાઓની પૂરી જાણકારી છે. સરકાર તેના મુદ્દાઓના ઉપાય માટે સમર્થન આપશે.

તેમણે કહ્યું કે, તે સતત વડા પ્રધાન મોદી અને નાણા પ્રધાન નિર્મલા સિતારમણનો સંપર્ક કરી રહ્યા છે. બંને કોવિડ-19ના મુશ્કેલ સમયમાં અર્થવ્યવસ્થાના સકંટમાંથી બહાર આવવા માટે કામ કરી રહ્યા છે. પ્રધાનોએ રોકાણ અને ઉદ્યોગનો આહ્વાન કર્યું છે, તે કોરોના વાઇરસને લીધે ઉદ્ભવતા સંકટને અવસરમાં બદલીને અને વૈશ્વિક બજારમાં પોતાની ભાગીદારી વધારશે.

ગડકરીએ કહ્યું કે, કોરોના વાઇરસને લીધે અર્થવ્યવસ્થા સંકટમાં છે. આપણે તેને અવસરના રુપમાં લેવી જોઇએ. હવે કોઇ ચીનની સાથે વેપાર કરવા ઇચ્છતા નથી. જાપાનના વડા પ્રધાન પોતાના ઉદ્યોગોની ચીનના બહાર રોકાણ કરવાનું કહ્યું છે. આ ભારતીય અર્થવ્યવસ્થાને આગળ વધવાનો અવસર આપશે.

વધુમાં તેમણે કહ્યું કે, આ અવસરનો લાભ ઉઠાવતાં વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણનું આમંત્રણ આપીએ છીએ. તેમણે વિશ્વાસ આપ્યો છે કે, દેશ અને તેના ઉદ્યોગો બંને લડાઇમાં સફળતા મળશે. કોરોના વાઇરસ સામેની લડાઇ અને અર્થવ્યવસ્થાને સુસ્તીથી નીકાળવાની લડાઇ છે.

ABOUT THE AUTHOR

...view details