નવી દિલ્હી: કોવિડ -19 રોગચાળાને કારણે આર્થિક મંદી સંર્જાઇ છે. જેથી એરલાઇન્સ ચીફ ઈન્ડિગોએ તેના 10 ટકા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. કંપની ઈન્ડિગોના CEO રોનોજોય દત્તાના જણાવ્યા અનુસાર તમામ સંભવિત સંજોગોની કાળજીપૂર્વક મૂલ્યાંકન અને સમીક્ષા કર્યા પછી કંપનીએ તેના 27,000 મજબૂત કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
કોરોના ઇફેક્ટ: ઈન્ડિગો એર લાઇન્સ 10 ટકા કર્મચારીઓને છૂટા કરશે - કોરોના ઇફેક્ટ
કંપની ઈન્ડિગોના CEO રોનોજોય દત્તાના જણાવ્યા અનુસાર, તમામ સંભવિત સંજોગોની કાળજીપૂર્વક મૂલ્યાંકન અને સમીક્ષા કર્યા બાદ કંપનીએ તેના 27,000 મજબૂત કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા ઘટાડવાની જરૂર પડશે.
તેમણે કહ્યું કે,"ઈન્ડિગોના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે, અમે આવા પગલા લીધા છે. આ રોગચાળાએ અમને અમારી સર્વશ્રેષ્ઠ નિર્ધારિત યોજનાઓનું ફરીથી મૂલ્યાંકન કરવા મજબૂક કર્યુ છે. " તેમણે તહ્યું કે,"આ નિર્ણયથી પ્રભાવિત થતા કર્મચારીઓની મદદ માટે, ઈન્ડિગોએ '6E કેર પેકેજ' બનાવ્યું છે."
દત્તાએ કહ્યું કે, વર્તમાન રોગચાળાને કારણે વિશ્વભરના ઘણા ઉદ્યોગોને અસર થઈ છે, જેમાંથી ઉડ્ડયન ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, મહામીરના કારણે ઈન્ડિગોના ફક્ત 250 વિમાનો ઉડાન ભરી રહ્યા છે.