- ભારતીય શેર બજાર આજે નબળાઈ સાથે બંધ થયું
- સેન્સેક્સ 257.14 અને નિફ્ટી 59.75 પોઈન્ટ ગગડ્યો
- આજે સેન્સેક્સ ફરી એક વાર 60,000ની નીચે પહોંચ્યો
અમદાવાદઃ દિવાળી પર્વના બીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 257.14 પોઈન્ટ (0.43 ટકા)ના ઘટાડા સાથે 59,771.92ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 60,000ની નીચે પહોંચી ગયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 59.75 પોઈન્ટ (0.33 ટકા)ના ઘટાડા સાથે 17,829.20ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-RBIએ SBIને ફટકાર્યો 1 કરોડ રુપિયાનો દંડ, છેતરપિંડીનો રિપોર્ટ ન આપવો ભારે પડ્યો
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers Shares) 5 શેર્સની વાત કરીએ તો, લાર્સન (Larsen) 4.07 ટકા, ગ્રેસિમ (Grasim) 2.38 ટકા, યુપીએલ (UPL) 2.33 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 2.26 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 2.17 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા (Top Losers Shares) 5 શેર્સની વાત કરીએ તો, સન ફાર્મા (Sun Pharma) -3.37 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -2.85 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -2.08 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.88 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.87 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના
દિવાળીનું મુહૂર્ત ટ્રેડિંગ સેશનઃ શેર બજારનું શિડ્યુલ
આ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ સેશન ગુરુવારે (4 નવેમ્બરે) દિવાળીના દિવસે સાંજે 6.15 વાગ્યાથી શરૂ થઈને સાંજે 7.15 વાગ્યે પૂર્ણ થશે. હિન્દુ પંચાગ પછી વિશેષ ટ્રેડિંગ વિન્ડો ખૂલે ચે. આ એક નવું સંવંત કે સંવત 2078ની શરૂઆતનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર વર્ષ, જે દિવાળીથી શરૂ થાય છે અને એવું માનવામાં આવે છે કે, મુહૂર્ત ટ્રેડિંગ સમગ્ર વર્ષ સમૃદ્ધિ અને ધન લાવે છે.
પ્રી ઓપનઃસાંજે 6થી 6.15 વાગ્યે
નોર્મલ માર્કેટઃસાંજે 6.15થી 7.15 વાગ્યે
ક્લોઝિંગ સેશનઃસાંજે 7.25થી 7.35 વાગ્યે