દેશના અંદાજે એક તૃતીયાંશ ડુંગળીનું ઉત્પાદન કરનાર રાજ્ય મહારાષ્ટ્રમાં કીમતોમાં ભારે ઘટાડો થયો હતો. ત્યાં 5,180 રૂપિયે પ્રતિ ટનના ભાવે ડુંગળી વેચાઈ હતી, જે આગલા વર્ષના ભાવ કરતાં 80 ટકા નીચે હતી.
ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યાઃ 42 અબજ રૂપિયાનો ઝાટકો - farmer
મુંબઈ: ડુંગળીનો બમ્પર પાક અને યોગ્ય ભાવ ન મળવાથી ગત વર્ષની સરખામણીએ ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોની આવકમાં 42 અબજ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના એક રીપોર્ટમાં આ વાત જાણવા મળી છે. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતી(એએમપીસી) દ્વારા અંદાજે 13.22 લાખ ટન ડુંગળી 13,760 રૂપિયે પ્રતિ ટનના ભાવે વેચાઈ હતી. આ પ્રકારે ડિસેમ્બર મહિનામાં 13,310 રૂપિયે પ્રતિ ટનના હિસાબે કુલ રૂપિયા 11.10 લાખ ટન ડુંગળીનું વેચાણ થયું હતું. રીપોર્ટ કહે છે કે 2017માં ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળ્યા હતા, તેની સરખામણીએ આ ભાવ 61 ટકા નીચા છે.
ડુંગળીના ભાવ આટલા બધા નીચા રહેવાનું કારણ એ હોઈ શકે છે કે વીતેલા પાંચ વર્ષ દરમ્યાન સરેરાશ ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે ડુંગળીનું અનુમાનિત ઉત્પાદન 12.48 ટકા વધારે થયું છે. 210 લાખ ટન ડુંગળીના ઉત્પાદનનું અનુમાન હતું, પણ આ વર્ષે 236 લાખ ટનનું ઉત્પાદન થવાનો અંદાજ છે. નાસિક, મહારાષ્ટ્ર સૌથી મોટો ડુંગળીના ઉત્પાદક ક્ષેત્ર છે, પણ ખેડૂતોએ વચેટિયાઓને બાજુ પર મુકીને એપીએમસીની બહાર ડુંગળી વેચવાની મંજૂરી હતી. પણ તે કાગળ પર જ રહી ગઈ હતી. કારણ કે સરકાર ખેડૂતોને સુપરમાર્કેટસ, હોટલ્સ, કેટરર્સ અને બીજા મોટા ખરીદદારોને જોડવામાં ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. તેમજ આયાત નિકાસ નીતિ પણ બદલાતી રહે છે. જેથી આ વર્ષે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.