ગુજરાત

gujarat

ETV Bharat / business

બિગ બઝાર હવે 2 કલાકની અંદર સામાનની હોમ ડિલિવરી કરશે - દિલ્હી NCR, મુંબઈ અને બેંગલુરુ

બિગ બઝાર ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. હવે માત્ર 2 કલાકની અંદર ઘર સુધી સામાનની ડિલિવરી આપશે. પોતાની મોબાઈલ એપ અને પોર્ટલના માધ્યમથી ફેશન, ભોજન, FMCG અને હોમ સેગમેન્ટની ખરીદી કરનારા ગ્રાહકોને આ સુવિધાનો લાભ મળશે.

બિગ બઝાર
બિગ બઝાર

By

Published : Apr 2, 2021, 8:29 AM IST

  • દિલ્હી NCR, મુંબઈ અને બેંગલુરુના લોકોને મળશે સુવિધાનો લાભ
  • 2 કલાકમાં ઓર્ડર આપેલા સામાનની બિગ બઝાર આપશે ડિલિવરી
  • 1,000 રૂપિયાના ઓર્ડરની ડિલિવરી પર 49 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે

નવી દિલ્હીઃ કિશોર બિયાનીની ફ્યૂચર ગૃપના રિટેલ બિગ બઝારે ગુરુવારે તાત્કાલિક હોમ ડિલિવરી સેવામાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. બિગ બઝાર હવે ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુઓની હોમ ડિલિવરી માત્ર 2 કલાકમાં આપશે.

આ પણ વાંચોઃકિયા કંપનીએ લોન્ચ કરી ઈ-કાર, એક વાર ચાર્જ કરવાથી 500 કિમી ચાલશે

આગામી 5-6 મહિનામાં આ સેવા બિગ બઝારના દરેક સ્ટોરમાં ઉપલબ્ધ થશેઃ બિગ બઝાર

બિગ બઝારે 2 કલાકમાં હોમ ડિલિવરી આપવાનો વાયદો કર્યો છે. ગ્રાહકો મોબાઈલ એપ અને પોર્ટલના માધ્યમથી ફેશન, ભોજન, FMCG અને હોમ સેગમેન્ટ પર આ સુવિધાનો લાભ મેળવી શકશે. ફ્યૂચર ગૃપના પ્રેસિડેન્ટ ફૂડ અને FMCG કમલદીપ સિંહે કહ્યું હતું કે, કંપનીએ દિલ્હી NCR, મુંબઈ અને બેંગલુરુમાં 2 કલાકની ડિલિવરી સેવા શરૂ કરી છે અને આ સેવા આગળ અન્ય શહેરોમાં પણ શરૂ કરાશે. આગામી કેટલાક મહિનામાં પ્રતિ દિવસ લગભગ 1 લાખ ઓર્ડરની ડિલિવરી કરવામાં આવશે. બિગ બઝારે 45 દિવસની અંદર વધુ 21 શહેરોમાં 2 કલાકની ડિલિવરી સેવાનો વિસ્તાર કરશે અને આગામી 5-6 મહિનામાં આ સેવા બિગ બઝારના દરેક સ્ટોરમાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃશાઓમીએ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'Mi Mix Fold' લોન્ચ કર્યો

ઓછામાં ઓછી 500 રૂપિયાની ખરીદી કરી હશે તો જ ઘરે બેઠા મળશે ડિલિવરી

આ સેવા અંતર્ગત બિગ બઝાર 1,000 રૂપિયા સુધીના ઓર્ડર પર 49 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જ્યારે 1,000 રૂપિયાથી વધુના માલસામાનના ઓર્ડરની ડિલિવરી પર કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. ગ્રાહકોએ જો ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી ઘરે બેઠા જોઈશે તો ગ્રાહકોએ ઓછામાં ઓછી 500 રૂપિયાની વસ્તુનો ઓર્ડર આપવો પડશે.

ABOUT THE AUTHOR

...view details