ગુજરાત

gujarat

ETV Bharat / business

માર્ચ 2021 સુધીમાં બેન્કોની કુલ NPA વધીને 12.5 ટકા થવાની આશંકાઃ RBI - બિઝનેસ ન્યૂઝ

રિપોર્ટ અનુસાર, તુલનાત્મક રીતે GDP (જીડીપી) વૃદ્ધિ, જીડીપીના ગુણોત્તર તરીકેની કુલ નાણાકીય ખાધ અને ઉપભોક્તા મૂલ્ય સૂચકઆંકના આધારે ફુગાવા સહિતના અન્ય આર્થિક ચલોના અંદાજિત મૂલ્યોના આધારે અંદાજવામાં આવ્યો છે.

RBI
RBI

By

Published : Jul 25, 2020, 7:24 AM IST

મુંબઈઃ બેન્કોની કુલ NPA તુલનાત્મક રીતે ચાલું નાણાકીય વર્ષના અંતમાં વધીને 12.5 ટકા સુધી પહોંચી શકે છે. જે માર્ચ 2020 સુધીમાં 8.5 ટકા હતી.

રિઝર્વ બેન્કની નાણાકીય સ્થિરતા રિપોર્ટમાં જણાવાયું છે કે, આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે કે, તમામ NPA માર્ચ 2021 સુધીમાં 14.7 ટકા સુધી પહોંચી શકે છે. જો આ પરિસ્થિતિ ઉભી થશે તો દેશને આર્થિક ભારણ વધશે.

રિપોર્ટ અનુસાર, આ તુલનાત્મક અભ્યાસ જણાવે છે કે, ભવિષ્યમાં આર્થિક વૃદ્ધિ પર NPAનો વધારો ખતરો બની શકે છે. વાણિજ્યિક બેન્કની તમામ NPA જે 2020 સુધીમાં 8.5 ટકા છે. જે માર્ચ 2021માં વધીને 12.5 સુધી પહોંચી શકે છે.

આ સિવાય કેપિટલ (CRAR)નું મૂલ્યાંકન ગ્રોસ NPA અને રિસ્ક વેઇટ એસેટ રેશિયો તરીકે કરવામાં આવ્યું હતું. જેની સરખામણીના આધારે સાથે ત્રણ સ્થિતિઓ મધ્યમ, ગંભીર અને ખૂબ જ ગંભીરતા અંતર્ગત વિભાજિત કરાઈ છે.

રિપોર્ટ અનુસાર, તુલનાત્મક રીતે GDP (જીડીપી) વૃદ્ધિ, જીડીપીના ગુણોત્તર તરીકેની કુલ નાણાકીય ખાધ અને ઉપભોક્તા મૂલ્ય સૂચકઆંકના આધારે ફુગાવા સહિતના અન્ય આર્થિક ચલોના અંદાજિત મૂલ્યોના આધારે અંદાજવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details