નવી દિલ્હી:નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (National Company Law Appellate Tribunal-NCLAT)એ ઇ-કોમર્સ કંપની એમેઝોનની અરજી પર (E-commerce company Amazon's petition) અપીલ કરી છે જે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (Competition Commission of India-CCI)ના તાજેતરના આદેશને પડકારતી અરજી પર ગુરુવારે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે CCI અને ફ્યુચર કૂપન્સને નોટિસ (Notice to Future Coupons)પાઠવી હતી.
NCLAT હવે આ મામલે 2 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે
CCIએ તેના આદેશમાં ફ્યુચર ગ્રૂપની કંપની ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ (FCPL) સાથેના સોદા માટે આપવામાં આવેલી બે વર્ષથી વધુ જૂની મંજૂરીને સ્થગિત કરી દીધી છે. એપેલેટ ટ્રિબ્યુનલે CCI અને FPLને દસ દિવસમાં જવાબ આપવા કહ્યુંછે (NCLAT asked CCI and FPL to respond within ten days) અને એમેઝોનને તેનો જવાબ આપવા જણાવ્યું છે. NCLAT હવે આ મામલે 2 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.