ગુજરાત

gujarat

ETV Bharat / budget-2019

બાંગ્લાદેશી કાપડ પર ડ્યૂટી લગાવાની સુરત ટેક્સટાઇલ ઉદ્યોગકારોની માગ - BUDGET

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ થવાનું છે. જેને લઈ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં અનેક આશાઓ સેવાઇ રહી છે. ખાસ કરીને કેટલાક સમયથી GST ઉપરાંત બાંગ્લાદેશથી એન્ટી ડમ્પિગ હેઠળ ભારતમાં આવતા સસ્તા કાપડને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ બાંગ્લાદેશી કાપડ પર ડ્યૂટી લગાવવાની માંગ કરી રહ્યા છે.

sur

By

Published : Jul 2, 2019, 1:44 PM IST

સુરત સહિત ભારતભરમાં 4 એચ.એસ. કોડવાળી પ્રોડક્ટ પર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સરકાર પાસે ડ્યૂટી લગાવાની માંગ કરાઈ છે. સુરતમાં રોજ અઢી કરોડ મીટર કાપડ તૈયાર થાય છે. જ્યારે રેડીમેડ સાડીઓ દેશ વિદેશમાં જાય છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષથી બાંગ્લાદેશ દ્વારા ભારતમાં એન્ટીડપિંગ અને 4 કોડ હેઠળ ભારતમાં કાપડ ઠાલવવામાં આવી રહ્યું છે. જેની સીધી અસર સુરત કાપડ ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કેન્દ્ર સરકારના બજેટથી આશાઓ રાખી બાંગ્લાદેશથી આવતા કાપડ પર પણ ડ્યૂટી લગાવા માટે માંગ કરી રહ્યા છે.

બાંગ્લાદેશી કાપડ પર ડ્યૂટી લગાવાની સુરત ટેક્સટાઇલ ઉદ્યોગકારોની માગ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગકારોના મુજબ બાંગ્લાદેશથી આવતા કાપડમાં ડ્યૂટી લાગતી નથી. તેથી તેઓનું કાપડ 52 મીટરે 5 રૂપિયા જેટલું સસ્તું પડે છે. ભારતભરમાં બાંગ્લાદેશ દર વર્ષે કરોડો રૂપિયાનું કાપડ ડમ્પ કરવામાં આવે છે. બાંગ્લાદેશ સસ્તું કાપડ ભારતભર સહિત વિદેશોમાં પણ માગ કરાઈ રહી છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ભીતિ જણાવી છે. જો બાંગ્લાદેશના કાપડ પર ડ્યૂટી નહીં લગાવવામાં આવે તો સુરતનું ટેક્સટાઇલ ઉદ્યોગ મરણપથારી પર આવી જશે.

બાંગ્લાદેશ અને શ્રીલંકાનું 2018-19નું ટર્ન ઓવર 53 ટકા વધીને 1.07 બિલિયન યુ.એસ ડોલર વધતા ભારત પણ ચોંકી ઉઠ્યું.

ABOUT THE AUTHOR

...view details