ગુજરાત

gujarat

ETV Bharat / briefs

ગુજરાતનો 59મો સ્થાપના દિવસ: રાજયભરમાં હર્ષોઉલ્લાસથી થઈ ઉજવણી - Gujarati News

અમદાવાદઃ 1 મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. આ દીવસની ઉજવણી રાજ્યમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે આજે રાજકીય પક્ષઓ દ્વારા પણ આ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

અમદાવાદ

By

Published : May 1, 2019, 2:35 PM IST

Updated : May 1, 2019, 3:57 PM IST

આજે રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નેહરુ પુલના છેડે આવેલા મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ગુજરાત સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી

આ સાથે જ શહીદ સ્મારક ખાતે પણ પુષ્પાંજલી અર્પણ કરી આ દિવસની ઉજવણી કરી હતી. જેમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદ કોર્પોરેશન મેયર સહિતના આગેવાનો જોડાયા હતા.

Last Updated : May 1, 2019, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details