ગુજરાત

gujarat

ETV Bharat / briefs

બાજરીના ભાવમાં વધારો થતાં ખેડૂતો ખુશખુશાલ - AHD

અમદાવાદઃ બાજરીના બિયારણ અને ખાતરના ભાવ તેમજ પિયત પાણીના રોકાણ કરવામાં આવેલા ખર્ચ કરતા પણ વધુ ઉપજ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

millet

By

Published : May 20, 2019, 5:49 PM IST

હાલમાં જ ઉનાળુ બાજરીનો પાક થયો છે. સરકાર તરફથી સારા ભાવ મળી રહ્યા છે અને ઉત્પાદન પણ સારુ થશે તેવું લાગી રહ્યુ છે. આ સાથે ઘાસચારો પણ સારો થશે. ગત વર્ષે બાજરીના ભાવ 350 રુપિયા હતા, જયારે આ વર્ષે બાજરીના ભાવ 550 થી 600 રુપિયા થયા છે. બાજરીના ભાવ વધતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. ભાવ વધારો થવાથી ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ વળતર મળી રહેતા અને ચાલુ વર્ષે મબલક પાક થતા ખુબ જ ઉંચા વળતર મળવાની અપેક્ષા સાથે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

બાજરીના ભાવમાં વધારો થતાં ખેડૂતો ખુશખુશાલ

ABOUT THE AUTHOR

...view details