ગુજરાત

gujarat

ETV Bharat / briefs

21મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથી, જુઓ વિશેષ અહેવાલ... - undefined

ન્યૂઝ ડેસ્કઃ આજથી 28 વર્ષ પહેલા આ જ તારીખ એટલે કે 21 મે 1991નો દિવસ ભારતના રાજકારણમાં અંધકારના દિવસ સમાન હતો. 21 મે 1991ની રાતે 10.20 કલાકે ભારતના છઠ્ઠા વડાપ્રધાન રાજીવ ગાંધી તમિલનાડુના શ્રીપેરુંબદુરમાં સભામાં પહોચતાજ માનવ બોમ્બથી રાજીવ ગાંધીની હત્યા થઈ હતી.

21મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથી

By

Published : May 21, 2019, 9:33 PM IST

  • રાજીવ ગાંધી વિશેની થોડી વાતો...


રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. રાજીવ ગાંધીનું પૂરું નામ રાજીવરત્ન ગાંધી હતું. રાજીવ ગાંધી જવાહરલાલ નેહરૂના પ્રપૌત્ર અને ફિરોઝ ગાંધી અને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર હતા. રાજીવ ગાંધીનો શરૂઆતનો અભ્યાસ દેહરાદુનમાં થયો. ત્યારબાદ બંને ભાઈ એટલે કે, રાજીવ ગાંધી અને નાનાભાઇ સંજય ગાંધી લંડન પહોંચ્યા. રાજીવ પોતાનો એન્જીનીયરીંગનો અભ્યાસ અધુરો મુકી 1966માં ભારત પરત આવ્યા અને ત્યારબાદ AIR INDIA માં પાયલોટ બન્યા.

તે જ સમયે ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતાં અને નાના ભાઈ સંજય પણ સક્રીય રાજકારણમાં હતા, પરંતુ રાજીવ રાજકારણથી દુર રહેવા માંગતા હતા. ત્યાર બાદ 1968માં ઈટાલીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત થઈ અને તેમના સાથે લગ્ન કર્યા. 23 જુન 1980 ના રોજ નાના ભાઈ સંજય ગાંધીનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થતાં નાના ભાઈની જગ્યા લેવાનો સમય આવ્યો. સંજય ગાંધી હંમેશા ઈન્દિરા ગાંધીના સલાહકારની જેમ કાર્ય હતું. રાજીવ ગાંધી 1981માં અમેઠી, સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. 31 ઓકટોબર 1984ના દિવસે મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થતાં રાજકારણથી દુર રહેવા માંગતા રાજીવ ગાંધીએ માતાનો વારસો સંભાળ્યો. 1984ની ચૂંટણીમાં સૌથી વધુ સીટ 404 સીટ જીત્યા અત્યાર સુધીમાં સૌથી વધુ સીટ રાજીવ ગાંધીની આગેવાનીમાં જીત્યા હતા.

For All Latest Updates

TAGGED:

RAJIV GANDHI

ABOUT THE AUTHOR

...view details