PM મોદી કેદારનાથ પહોંચી મહાદેવના સાનિધ્યમાં શીશ ઝુકાવ્યું. અને ત્યાર બાદ તે ધ્યાનમાં લીન થશે. PM મોદીના કેદારનાથ પ્રવાસને લઇને સુરક્ષા વય્વસ્થા પણ સજ્જ કરી છે. મહત્વનું તો એ છે કે કેદારનાથમાં PM મોદીનો ફરી એકવાર અલગ અંદાજ જોવા મળ્યો હતો જેમાં તેને કમર પર કેસરી ખેસ અને માથા પર પહાડી ટોપી પહેરી ધામમાં પુજા અર્ચના કરી હતી.
કેદારનાથમાં "નમો નમો", મહાદેવના ચરણોમાં PM મોદીએ ઝુકાવ્યું શીશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જ્યોતિર્લિંગો પૈકી 11મા કેદારનાથમાં અગાઢ આસ્થા ધરાવે છે. એજ કારણ છે કે, છેલ્લા 2 વર્ષમાં તેમણે ત્રણવાર કેદારધામની મુલાકાત લીધી છે. ચૂંટણી પ્રચાર શમી ગયો છે, ઈલેક્શનની દોડધામ અને વિવિધ રાજ્યોના એકધારા પ્રવાસ પછી મોદી કેદારનાથ પાસે જીતનો આશીર્વાદ મેળવવા જશે, ત્યારપછી હિમાલયની ગુફામાં ધ્યાન-સાધના કરી મનને આધ્યાત્મિક શાંતિ આપશે. મોદી જે ગુફામાં જવાના છે. તે ગત વર્ષે જ બનાવવામાં આવી હતી. મહારાષ્ટ્રના જય શાહ પછી આ ગુફામાં ધ્યાન ધરવા જનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા ભક્ત બનશે. નરેન્દ્ર મોદીના પ્રવાસમાં કોઈ સમસ્યા ન સર્જાય એ માટે બુધવારે SPG, જિલ્લા અધિકારી અને પોલીસ વડાએ ગુફાનું નિરક્ષણ કર્યુ હતું. આમ તો ગુફામાં તમામ પ્રકારની વ્યવસ્થા છે, ગઢવાલ મંડળ વિકાસ નિગમે ગુફાની સાફ-સફાઈ કરાવવાનું શરૂ કર્યુ છે.
નરેન્દ્ર મોદીનો કેદારનાથ સાથેનો રહ્યો છે મજબૂત નાતો
મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન બન્યા બાદ મોદી પહેલીવાર આ રીતે આધ્યાત્મિક સાધનામાં સમય વિતાવશે. છેલ્લે 80ના દાયકામાં તેમણે દોઢ મહિના સુધી મંદાકિની નદીના કિનારે ગરુડચટ્ટીમાં ધ્યાન કર્યું હતું. એ સમયે નરેન્દ્ર મોદી રોજ કેદારનાથના દર્શન કરતા હતા. એ વખતે તેઓ વડાપ્રધાન નહીં પણ સામાન્ય નાગરિક હતા, પરંતુ PM પદના કાર્યકાળમાં તેમણે 3 નવેમ્બર, 2017, 20 ઓક્ટોબર, 2017 અને 7 નવેમ્બર, 2018 દિવાળી નિમિત્તે કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. 2017ની મુલાકાતમાં મોદીએ રૂદ્રાભિષેક પણ કર્યો હતો. તેમણે કેદારનાથના પૂનઃનિર્માણ માટે 700 કરોડની પાંચ મોટી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. જે અંતર્ગત મંદિર પરિષદ અને મંદિર માર્ગના આસ્થા પથ પર સુંદર ચબૂતરાનું નિર્માણ થઈ ચુક્યું છે. મંદિરની પાછળના ભાગે આવેલા આદિગુરૂ શંકરાચાર્યના સમાધિસ્થળનું પણ પુનઃનિર્માણ કરવામાં આવશે. તેમજ ગરુડચટ્ટીને વિકસીત કરી કેદારનાથ સાથે જોડવામાં આવશે.
માત્ર મોદી જ નહીં આ નેતાઓએ પણ કર્યા છે કેદારનાથના દર્શન...
કેદારનાથના વયોવૃદ્ધ તીર્થ પુરોહિત શ્રીનિવાસ પોસ્તીના જણાવ્યાં અનુસાર, આઝાદી પછી 80ના દાયકાથી રાજનેતાઓના કેદારનાથના દર્શન કરવાનો સિલસિલો શરૂ થયો હતો. તે વખતે તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધી બેવાર કેદારનામાં પૂજા કરવા આવ્યાં હતાં. એકવાર તેઓ એકલા હતાં, જ્યારે બીજીવાર તેમની સાથે સોનિયા ગાંધી અને અમિતાભ બચ્ચન પણ હતા. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિઓ નીલમ સંજીવ રેડ્ડી, આર. વેંકટરમણ, પ્રવણ મૂખર્જીએ બાબા કેદારનાથના દર્શન કર્યા હતાં. ગયા વર્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કેદારનાથની મુલાકાત લીધી હતી. મોરારજી દેસાઈ અને વિશ્વનાથ પ્રતાપસિંહએ પણ વડાપ્રધાન બનતા પહેલા બાબાના દર્શન કર્યા હતાં.