પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટર પર થયેલ હુમલામાં ડૉક્ટર હાલત ગંભીર બની હતી, જેને પગલે મેડિકલ એસોસિએશન રોષે ભરાયું હતું. તેમજ હુમલાના વિરોધમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા.તો બીજી તરફ દેશભરમાં જુનિયર તથા સિનીયર ડોક્ટર દ્વારા રેલી યોજવામાં આવી હતી તો ક્યાંક ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા.
દેશભરના ડોક્ટર ઉતરશે હડતાળ પર, ઇમરજન્સી સેવા રહેશે ચાલુ - anand modi
અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી સમયથી જ ચાલુ થયેલી રાજકીય લડાઈ હવે દેશ ની લડાઈ બનતી જાય છે, ત્યારે બંગાળમાં એક જુનિયર ડૉક્ટર સાથે થયેલી મારપીટની ઘટના બાદ મેડીકલ એસોસિએશન ભારે રોષમાં જોવા મળ્યો છે. તો દેશભરમાં મેડીકલ એસોસિએશન દ્વારા રેલી યોજીને ધરણા પણ કરવામાં આવ્યા હતા. ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં આગામી 17 જૂને 24 કલાક સુધી દેશભરના ડોક્ટરો હડતાલ કરીને વિરોધ કરશે.
આ સાથે જ ડોક્ટરોએ માગણી કરી છે કે, જે પ્રમાણે ડોક્ટર પર અવારનવાર હુમલા થઈ રહ્યા છે. જો તેને લઇને સરકાર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે તેમજ સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે અને કાયદાનુ ચુસ્ત પણે લોકોને પાલન કરે. જ્યાં સુધી સરકાર દ્વારા ડોક્ટરોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી દેશભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવશે.
વિરોધના પગલે સરકાર સુધી પોતાની માગ પહોંચાડવા આગામી 17 જૂને દેશભરમાં જુનિયર તથા સિનીયર ડોક્ટર હડતાલ કરશે. પરંતુ હડતાલના કોઈ દર્દીને મુશ્કેલી ના પડે તે માટે દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે. પરંતુ ઓપીડી સેવા 24 કલાક માટે બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ હડતાળ 17મી જૂને સવારે 6 વાગે ચાલુ થશે અને 18મી જૂને સવારે 6 વાગે પુરી થશે.