મૈનપુરીમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા છે. જ્યારે કાસગંજમાં 3-3 લોકોના મોત થયા છે. મુરાદાબાદ, પીલીભીત, મથુરા, સભ્ભલ, ગાઝિયાબાદમાં 1-1 યુવકના મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે.
ઉતરપ્રદેશમાં વાવાઝોડા અને તોફાનથી 20ના મોત
લખનૌઃ ઉતરપ્રદેશના કેટલાક જિલ્લામાં વાવાઝોડા-તોફાનને કારણે અલગ-અલગ જિલ્લામાં કુલ 20 લોકોના મોત થયા છે.
ઉતરપ્રદેશમાં વાવાઝોડા-તોફાનથી 20ના મોત
યોગી આદિત્યનાથે પ્રભાવિત વિસ્તારોમાં જિલ્લાધિકારીઓને પીડિત પરિવાર સાથે મદદ માટે સંપર્ક કરવા કહ્યું છે. તેમજ પીડિત પરિવારો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સરકાર પીડિત પરિવારની સાથે ઉભી છે. મૂશળધાર વરસાદના કારણે અનેક મકાનો અને દિવાલો ધરાશય થવાની ઘટના સામે આવી છે. મૈનપુરી જિલ્લામાં ભારે વરસાદથી 7 લોકોના મોત અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.