ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Zika Virus: કોરોના વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી, કેરળમાં મળ્યો પ્રથમ કેસ - Zika virus epidemic

કેરળમાં ઝીકા વાયરસ (Zika Virus)નો પ્રથમ કેસ સામે આવ્યો છે. મચ્છર કરડવાથી થતી આ બિમારીથી 24 વર્ષની એક ગર્ભવતી મહિલા સંક્રમિત મળી છે. રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જોર્જે આ માહિતી આપી હતી.ત્યારે મળતી માહીતી મુજબ વધુ 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

Zika Virus
Zika Virus

By

Published : Jul 9, 2021, 11:22 AM IST

Updated : Jul 9, 2021, 3:08 PM IST

  • કોરોના વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી
  • કેરળમાં મળ્યો પ્રથમ કેસ
  • તિરૂવનંતપુરમમાં 13 કેસ સામે આવ્યા

તિરૂવનંતપુરમ: કેરળમાં ઝીકા વાયરસ (Zika Virus)નો પ્રથમ કેસ સામે આવ્યો છે. આ બિમારી મચ્છર કરડવાથી થાય છે. મચ્છર કરડવાથી થતી આ બિમારીથી 24 વર્ષની એક ગર્ભવતી મહિલા સંક્રમિત મળી છે. રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જોર્જે આ માહિતી આપી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાને કોરોનાના વધતા કેસ અંગે વ્યક્ત કરી ચિંતા, બેદરકારી ન કરવાની આપી સલાહ

રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાને આપી જાણકારી

રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જોર્જે (Health Minister Veena Jorge)કહ્યું કે, તિરૂવનંતપુરમમાં આ વાયરસના 13 કેસ સામે આવ્યા છે. તેઓએ કહ્યું કે, સરકાર પુણે સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV)ની પુષ્ટીથી રાહ જોઈ રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, તિરુવનંતપુરમથી 19 નમૂના મોકલવામાં આવ્યા છે. જેમાં ડોકટર સહિત 13 આરોગ્ય કર્મચારીઓને સામેલ છે તેમાં ઝીકાથી સંક્રમિત હોવાની આશંકા છે. આ મહિલા તિરુવનંતપુરમના પારસલેનની રહેવાસી છે. મહિલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. 7 જુલાઈએ મહિલાએ એક બાળકને જન્મ પણ આપ્યો છે.

શું છે ઝીકા વાયરસના લક્ષણો

મહિલાને તીવ્ર તાવ, માથાનો દુ:ખાવો અને શરીર પર લાલ નિશાન પડવાને કારણે 28 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કરાયેલા પરીક્ષણોથી પુષ્ટિ મળી છે કે તે ઝીકા વાયરસથી સંક્રમિત થઈ છે અને નમૂનાને પુણેની NIVમાં મોકલવામાં આવ્યા છે. મહિલાની સ્થિતિ સ્થિર છે.

સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ઝીકા વાયરસથી ચેપ લાગવાના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ છે. જેમ કે તાવ, શરીરમાં ચકામા પડવા અને સાંધાનો દુ:ખાવો વગેરે.

Last Updated : Jul 9, 2021, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details