ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૈસા પરત ન કરતા યુવકને સ્કૂટર સાથે બાંધીને કટકના રસ્તાઓ પર ઘસડ્યો

ઓડિશામાં એક યુવકને ટુ-વ્હીલર સાથે ખેંચી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Youth tied to scooter in odisha) થયો છે. રવિવારે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે શહેરના શેલ્ટર ચોકથી મિશન રોડ તરફ યુવકને બે લોકો સ્કૂટી પાછળ ખેંચી ગયા હતા.ઓડિશામાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. જગતસિંહપુર જિલ્લામાં, મોબાઇલ ફોનની ચોરીની સજા તરીકે અગાઉ એક વ્યક્તિને જૂતાની માળા પહેરાવવાની અને ચાલતી ટ્રકની આગળ બાંધી દેવાની ફરજ પાડવામાં આવી હતી.

પૈસા પરત ન કરતા યુવકને સ્કૂટર સાથે બાંધીને કટકના રસ્તાઓ પર ઘસડ્યો
પૈસા પરત ન કરતા યુવકને સ્કૂટર સાથે બાંધીને કટકના રસ્તાઓ પર ઘસડ્યો

By

Published : Oct 18, 2022, 2:08 PM IST

કટક:કાયદો અને વ્યવસ્થાની સ્પષ્ટ અવગણના પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા, એક યુવકને સ્કૂટર સાથે દોરડાથી બાંધીને કટકના વ્યસ્ત રસ્તાઓ પર લગભગ બે કિલોમીટર સુધી ખેંચવામાં આવ્યો હતો. 1,500 રૂપિયા પરત ન કરવાના કારણે કરી આવી હરકત.

યુવાનને સ્કૂટર સાથે દોરડે બાંધીને દોડાવ્યો:કટકના રહેવાશી જગન્નાથ બેહરાએ બે યુવાન પાસેથી ઉછીના 1500 રુપિયા લીધા હતા અને થોડા સમયમાં ચૂકવવાનો વાયદો કર્યો હતો પરંતુ વાયદાના સમયે તે પૈસા ચૂકવી ન શકતા બે યુવાન ઉશ્કેરાયા હતા અને તેમણે બેહરાને સજા કરવાનો નિર્ણય કર્યો. બે યુવાનોએ એક લાંબા દોરડા વડે બેહરાનો એક હાથ બાંધીને તેને બે સ્કૂટર સાથે બાંધી દીધો હતો અને પછી સ્કૂટરો જાહેર રોડ પર દોડાવી મૂક્યા (Youth tied to scooter in odisha) હતા. આ બાબતની જાણ પોલીસને થતાં દિવસ દરમિયાન બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

ક્યા આરોપ લગાવ્યા:કટક શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (Deputy Commissioner of Police of Odisha) પિનાક મિશ્રાએ અહીં જણાવ્યું હતું કે, આરોપીઓ પર ખોટી રીતે કેદ, અપહરણ અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જગન્નાથ બેહરાના હાથ 12 ફૂટ લાંબા દોરડાથી બાંધેલા હતા, જેનો બીજો છેડો ટુ-વ્હીલર સાથે જોડાયેલો હતો. તેને રવિવારે લગભગ 20 મિનિટ સુધી સ્ટુઅર્ટપટ્ટન સ્ક્વેરથી સુતાહાટ સ્ક્વેર સુધી, બે કિલોમીટરથી વધુના અંતરે, તેની પાછળ દોડવાની ફરજ પડી હતી.

સ્થાનિકોએ વચ્ચે પડીને યુવાનને બચાવ્યો:આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સુતાહાટ સ્ક્વેર ખાતે કેટલાક સ્થાનિક લોકોએ વચ્ચે પડીને યુવાનને બચાવ્યો (Youth tied to scooter dragged on Cuttack streets) હતો. યુવાને તેના દાદાના અંતિમ સંસ્કાર કરવા માટે ગયા મહિને બે આરોપીઓમાંથી એક પાસેથી 1500 રૂપિયા ઉધાર લીધા હતા. બેહેરાએ 30 દિવસમાં પૈસા ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ તે ચૂકવી શક્યો નહોતો આથી આરોપીઓએ તેની આવી સજા કરી હતી. પોલીસે ટુ-વ્હીલર અને બંને દ્વારા ઉપયોગમાં લેવાયેલ દોરડું પણ જપ્ત કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details