ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Palamu Conversion Case : પલામુમાં ધર્મ પરિવર્તન મામલે નવો વળાંક આવ્યો, મહિલા અને યુવકે કર્યું આત્મસમર્પણ - ડો શશીભૂષણ મહેતા

પલામુમાં ધર્મ પરિવર્તન મામલે નવો વળાંક આવ્યો છે. છત્તીસગઢની મહિલા અને યુવક પોલીસ પાસે પહોંચ્યા છે. જ્યારે ભાજપના ધારાસભ્ય અને અન્ય સંગઠનોએ પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તનને લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, છત્તીસગઢની એક પરિણીત મહિલાએ ધર્મ પરિવર્તન કરીને પલામુના તરહસીમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા.

Palamu Conversion Case
Palamu Conversion Case

By

Published : Aug 7, 2023, 3:52 PM IST

ઝારખંડ :પલામુ જિલ્લામાં ધર્મ પરિવર્તનને લઈને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન છત્તીસગઢની મહિલા અને યુવક પોલીસ પાસે પહોંચી આત્મસમર્પણ કર્યું હતું. આ માહિતી મળતાં જ BJP ધારાસભ્યની સાથે અન્ય સંગઠનોએ પગપાળા માર્ચ કાઢી હતી. તેઓએ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ સૂત્રોચ્ચાર કર્યા હતા.

દંપતીએ કર્યું આત્મસમર્પણ : છત્તીસગઢની મહિલાએ પલામુના એક યુવક સાથે ધર્મ પરિવર્તન કરી લગ્ન કરી લીધા હતા. જોકે, બાદમાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા મહિલા અને આરોપી યુવકે સોમવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પલામુ પોલીસની ટીમ મહિલા અને યુવકની પૂછપરછ કરી રહી છે. પલામુના એસપી રિશ્મા રમેશન મહિલાની પૂછપરછ કરી રહી છે. છત્તીસગઢની મહિલાના આત્મસમર્પણ બાદ પલામુ પોલીસે પણ છત્તીસગઢ પોલીસનો સંપર્ક કરીને તેને લઈ જવા વિનંતી કરી છે.

ભાજપ દ્વારા વિરોધ : BJP સ્થાનિક ધારાસભ્ય ડો. શશીભૂષણ મહેતા અને અન્ય સંસ્થાઓએ સમગ્ર મામલે સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ ધારાસભ્ય ડો. શશીભૂષણ મહેતા અને અન્ય સંસ્થાઓના લોકો રોડ પર આવી ગયા હતા. ઉપરાંત આ ઘટના બાબતે ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ધારાસભ્ય અને અન્ય ભાજપના નેતાઓએ સૌપ્રથમ મેદિનીનગર ટાઉન પોલીસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પગપાળા રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચીને ત્યાં પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

જો મહિલાને છત્તીસગઢ પરત નહીં મોકલવામાં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે. ગ્રામ જિલ્લા વહીવટી તંત્રે ધર્મ પરિવર્તનના આરોપી આગેવાન અને પંચાયત સેવક સામે પગલાં લેવા જોઈએ અને FIR નોંધવી જોઈએ.-- ડો.શશીભૂષણ મહેતા (ધારાસભ્ય, પાંકી)

શું હતો બનાવ ?પલામુ પોલીસ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કલેકટર કચેરી પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બનાવની સત્તાવાર માહિતી મુજબ છત્તીસગઢની એક પરિણીત મહિલાએ ધર્મ પરિવર્તન કરીને પલામુના તરહસીમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. ધર્મ પરિવર્તનમાં સ્થાનિક આગેવાનો અને પંચાયત સચિવ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવવામાં આવી છે. મહિલાના પરિવારજનો પલામુ પહોંચ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

  1. Ahmedabad Crime : ધર્મ પરિવર્તન, મારી નાખવાની ધમકી આપનાર વિધર્મી પતિ સહિત 3ની ધરપકડ
  2. Letter of conversion in Kutch : લાલચ સાથે ધર્મપરિવર્તનનો પત્ર, કચ્છમાં મચ્યો ખળભળાટ

ABOUT THE AUTHOR

...view details