આગ્રા (ઉત્તર પ્રદેશ): તાજમહેલના મુખ્ય સમાધિમાં પ્રવેશ માટે કતારમાં ઉભેલા 19 વર્ષના યુવકને મંગળવારે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા (Pakistan zindabad at Taj Mahal) લગાવવા બદલ પકડી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થળ પર હાજર મુલાકાતીઓ દ્વારા માણસને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં તેને CISFને સોંપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, આગ્રા અધિક્ષક પુરાતત્વવિદ્ રાજ કુમાર પટેલે જણાવ્યુ કે, તાજમહેલની મુખ્ય સમાધિમાં પ્રવેશ માટે કતારમાં ઊભેલા એક વ્યક્તિએ અચાનક રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કર્યા. જ્યારે તેણે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા ત્યારે આ 19 વર્ષીય યુવકને અન્ય મુલાકાતીઓએ ધક્કો માર્યો હતો. તેઓએ તેને માર માર્યો અને તેને CISFને સોંપી દીધો.
આ પણ વાંચો:મૃતકની બોડી લાવવી અને લોકોને પરત લાવવા જ અમારી પ્રાથમિકતા: પ્રહલાદ જોશી
દિવસ દરમિયાન, તાજમહેલમાં ભારે ભીડ હતી કારણ કે શાહજહાંના ત્રણ દિવસના 'ઉર્સ'ના ત્રીજા અને છેલ્લા દિવસે મુલાકાતીઓ માટે પ્રવેશ મફત હતો. તાજગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ ભૂપેન્દ્ર બાલિયાને જણાવ્યું હતું કે, "યુવકની ઓળખ સુહેલ (19) તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાનો રહેવાસી છે. તેને CISF દ્વારા ચાદરપોશી દરમિયાન ખલેલ પહોંચાડવા બદલ તાજગંજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેના પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 151 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, એસએચઓએ જણાવ્યું હતું કે, તેને કેટલીક ઇજાઓ પણ થઈ હતી.
આ પણ વાંચો:મારા દિકરાનો મૃતદેહ જલ્દી ભારત લાવે તેવી મારી સરકારને પ્રાથના: નવિનના પિતા
ASIના વરિષ્ઠ સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપાઈએ જણાવ્યું કે, CISFને પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવી રહેલા યુવકની અટકાયત અંગે જાણ કરવામાં આવી છે. આ અંગે CRPF પાસેથી સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે. આ સુરક્ષા સંબંધિત મામલો છે. નોંધનીય છે કે, શાહજહાંનો ઉર્સ દર વર્ષે હિજરી કેલેન્ડરના રજબ મહિનાની 25, 26 અને 27 તારીખે ઉજવવામાં આવે છે. શાહજહાંનો 367મો 'ઉર્સ' આ વર્ષે 27 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો. બપોરે 2.30 કલાકે તાજમહેલની મુખ્ય કબર શાહજહાંની કબર પર 1,381 મીટર લાંબી હિન્દુસ્તાની સતરંગી ચાદર ચઢાવવામાં આવી હતી.