- વ્યંકટેશ પિતાની રિક્ષા પાછી મેળવવા સોનૂ સૂદને મળવા મુંબઇ જઇ રહ્યો છે
- વ્યંકટેશ આઠ દિવસથી પગપાળા કરી મુંબઇ જઇ રહ્યો છે
- તે કોઈપણ ધર્મશાળા અથવા મંદિરમાં રાત્રે આરામ લે છે
મુંબઇ:તેલંગાણાના એક યુવક મદદની આશામાં સોનૂ સૂદને મળવા માટે મુંબઇ જવા રવાના થયો છે. આ યુવકનું નામ વ્યંકટેશ હરિજન છે. ફાઇનાન્સ કંપની દ્વારા જપ્ત કરવામાં આવેલી તેના પિતાની રિક્ષા પુનઃપ્રાપ્ત કરવામાં સોનૂ તેને મદદ કરશે એવી આશા સાથે તે મુંબઇ જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃશ્રમિકોએ ત્રણ દિવસ પગપાળા મુસાફરી કરી, અરવલ્લીના ટીંટોઇમાં લીધો વિસામો
વ્યંકટેશના પિતાએ EMI પર રીક્ષા લીધી હતી
ખરેખર, વ્યંકટેશના પિતાએ EMI પર રીક્ષા લીધી હતી, જેનું EMI ચૂકવવામાં તે અસમર્થ છે, જેના કારણે ફાઇનાન્સ કંપનીએ તેની રિક્ષા જપ્ત કરી લીધી છે. આ માટે વ્યંકટેશ આઠ દિવસથી પગપાળા મુંબઇ જઇ રહ્યો છે.