ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુર ડિવિઝનના કુશીનગર જિલ્લામાં દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં અસલમ નામના યુવકે પોતાના ઘરની છત પર પાકિસ્તાનનો hoisting Pakistan flag ઝંડો લગાવ્યો હતો. ધ્વજ ધારણ કરી રહેલા યુવકનો વીડિયો વાયરલ Pakistan flag in Kushinagar થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં નાંખી દીધો છે. ગોરખપુર ડિવિઝનના કુશીનગર જિલ્લામાં અસલમ નામના યુવકે પોતાના ઘરની છત પર પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવના માહોલ વચ્ચે અહીં પાકિસ્તાનનો ધ્વજ લહેરાયો - flag of pakistan
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહાનગરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. પણ ઉત્તર પ્રદેશના કુશીનગરમાંથી એક અસાધારણ કહેવાય એવો મામલો સામે આવ્યો છે. પોલીસે કુશીનગર જિલ્લામાં પાકિસ્તાની hoisting Pakistan flag ધ્વજ લહેરાવનાર યુવકની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ સાબરકાંઠામાં બાળ તસ્કરીનો પ્રયાસ કરતાં સ્ત્રી વેશધારી પરપ્રાંતીય યુવક ઝડપાયો
શું કહે છે પોલીસઃASP રિતેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે શુક્રવારે અસલમે તેર્યાસુજન પોલીસ સ્ટેશન વિસ્તારના બેંદુપરમાં અસ મુહમ્મદ અંસારીના ટેરેસ પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પાકિસ્તાનનો ઝંડો નીચે ઉતાર્યો. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસે રાત્રે જ સંબંધિત કલમો હેઠળ એક યુવતી સહિત બે આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. હવે પાકિસ્તાની ધ્વજ કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે પ્રશ્ન ઉભો થયો છે. હાલ આ કેસમાં ધરપકડ બાદ પોલીસ તેની આગળની તપાસમાં લાગેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.