ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rape Case In Cuddalore: કડ્ડલોરમાં પ્રેમી સામે જ યુવતી પર દુષ્કર્મ! - યુવતી પર દુષ્કર્મની ધટના

કુડ્ડલોરમાં પ્રેમી સામે (Rape Case In Cuddalore) જ યુવતી પર દુષ્કર્મની ધટના સામે (Woman raped in front of boyfriend) આવી છે જેમાં પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે.

Rape Case In Cuddalore: કડ્ડલોરમાં પ્રેમી સામે જ યુવતી પર દુષ્કર્મ!
Rape Case In Cuddalore: કડ્ડલોરમાં પ્રેમી સામે જ યુવતી પર દુષ્કર્મ!

By

Published : Mar 29, 2022, 6:02 PM IST

કુડ્ડલોર (તામિલનાડુ):એક યુવતીએ (Woman raped in front of boyfriend) રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓને તેની સાથે થયેલા ગેરવર્તણૂક વિશે જણાવ્યું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે (28 માર્ચ) મધ્યરાત્રિએ કુડ્ડલોરની હેડ પોસ્ટ (Rape Case In Cuddalore) ઑફિસ નજીક બસ સ્ટોપ પર એક 21 વર્ષની છોકરી એકલી ઊભી મળી આવી હતી.

આ પણ વાંચો:UPSC ટોપર ટીના ડાબી ફરી કરશે લગ્ન, 22 એપ્રિલે જયપુરમાં સાત ફેરા લેશે

ફોટા પાડી લીધા અને તેમને ધમકીઓ આપી: નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ચાર્જ) અરોકિયારાજની આગેવાનીમાં પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. બસ સ્ટોપ પર એકલી ઉભેલી એક છોકરીએ પોલીસ અધિકારીઓને તેની સાથે થયેલા ગેરવર્તણૂક વિશે જણાવ્યું. કહેવાય છે કે, કુડ્ડલોરના કામિયામપેટ્ટાઈ વિસ્તારમાં એક યુવતી અને તેનો પ્રેમી વાત કરી રહ્યા હતા, આસપાસ કોઈ નહોતું તે જ સમયે, ત્યાં આવેલા ત્રણ યુવકોએ તેમના મોબાઈલથી બેના ફોટા પાડી લીધા હતા અને તેમને ધમકીઓ આપી હતી.

ત્રણેય યુવકો અંગે યુવતીના પ્રેમીની પૂછપરછ:ગેંગના બે યુવકોએ યુવતીના પ્રેમીને પકડી રાખ્યો અને અન્ય યુવકે 21 વર્ષની યુવતી પર દુષ્કર્મ કર્યો. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક યુવતીને સારવાર માટે કુડ્ડલોરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે ત્રણેય યુવકો અંગે યુવતીના પ્રેમીની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, ‘યુવાનો વિશે ખબર નથી, ઓળખી શકતી નથી.’ બાદમાં પોલીસે આરોપીને ઝડપી લીધા હતાં.

આ પણ વાંચો:Credit Card Benefits : વિદેશ પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ મિત્ર એટલે 'ક્રેડિટ કાર્ડટ'

ત્રણ આરોપીઓની ધરપકડ: પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જેની ઓળખ કુપ્પનાકુલમ વિસ્તારમાંથી કિશોર (19), સતીશ (19) અને પુડુપલયમ વિસ્તારમાંથી આરિફ (18) તરીકે થઈ હતી. આ સાથે તેનો મોબાઈલ અને પ્રેમીનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક (વિલ્લુપુરમ રેન્જ) પાંડિયન અને કુડ્ડલોર જિલ્લા પોલીસ અધિક્ષક શક્તિ ગણેશ તિરુપતિ પુલિયુર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકોની તપાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details