ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Assembly Election : મતદાન મથકથી 10 મીટર દૂર વિસ્ફોટ, 1નું મોત, 1 ઘાયલ

પ્રયાગરાજમાં ચૂંટણી દરમિયાન શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રીના વિસ્ફોટને કારણે એક યુવકનું મોત ( one man killed in prayagraj) થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

પ્રયાગરાજમાં શંકાસ્પદ વિસ્ફોટકથી એક યુવકનું મોત, એક ઘાયલ
પ્રયાગરાજમાં શંકાસ્પદ વિસ્ફોટકથી એક યુવકનું મોત, એક ઘાયલ

By

Published : Feb 27, 2022, 5:29 PM IST

Updated : Feb 27, 2022, 6:19 PM IST

પ્રયાગરાજ: ચૂંટણી દરમિયાન પ્રયાગરાજમાં શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રીના વિસ્ફોટને કારણે એક યુવકનું મોત ( one man killed in prayagraj) થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઘાયલ (one injured in prayagraj ) થયો હતો. આ બ્લાસ્ટ બે સાઇકલ સવારોના પડી જવાને કારણે થયો હતો. જેમાંથી એકનું મોત થયું છે અને એક ઘાયલ છે. માહિતી મળતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ મામલો જિલ્લાના કારેલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:Explained: ભારતમાં GDPની ગણતરી કરવામાં 3 વર્ષ કેમ થાય છે?

બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ

યુપી વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022)ના પાંચમા તબક્કા દરમિયાન પ્રયાગરાજ મતદાન મથકથી 10 મીટરના અંતરે થયેલા બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો હતો. આમાં બે લોકો ઘાયલ થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો. તે જ સમયે, આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર મામલો પ્રયાગરાજના કારેલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

આ પણ વાંચો:Ram Rahim Furlough over: રામ રહીમને ફરી જેલના શરણે થવું પડશે

અર્જુનના પુત્ર બાબુલાલનું મોત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ADG પ્રયાગરાજ ઝોન પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, કોરાંના રહેવાસી સંજય કોલ અને અર્જુન કોલ સાઇકલ પર જઇ રહ્યા હતા, આ દરમિયાન સાઇકલ પડી જતાં વિસ્ફોટકો ફૂટ્યો હતો. તેણે જણાવ્યું કે, આ ઘટનામાં અર્જુનના પુત્ર બાબુલાલનું મોત થયું છે. ત્યાં સંજય ઘાયલ છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એડીજી પ્રયાગરાજ ઝોન પ્રેમ પ્રકાશે કહ્યું કે પોલીસની પૂછપરછમાં ખબર પડશે કે તેમનો હેતુ શું હતો. પોલીસે જણાવ્યું કે મૃતક અને ઈજાગ્રસ્તો પિતરાઈ ભાઈ છે.

Last Updated : Feb 27, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details