ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bilkis Bano case : બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- દોષિતોને માફી આપવામાં સેલેક્ટીવ વલણ કેમ? - પીઆઈએલ

બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને અપાયેલી માફી મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. ગુજરાત સરકારને વેધક સવાલો પુછતા સુપ્રીમે આ કેસની આગામી સુનાવણી 24મી ઓગસ્ટે કરવાનું નક્કી કર્યું છે. વાંચો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકાર વચ્ચે થયેલ કાર્યવાહી વિશે

Etv સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો લીધો ઉધડોBharat
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો લીધો ઉધડો

By

Published : Aug 17, 2023, 9:07 PM IST

Updated : Aug 19, 2023, 12:07 PM IST

નવી દિલ્હીઃગુરૂવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારે રીતસરની તતડાવી નાંખી અને વેધક સવાલો કર્યા હતા. બિલ્કિસ બાનો પર સામુહિક બળાત્કાર અને પરિવારજનોની હત્યાઓ કરનારાઓને માફી આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ થઈ હતી.

સુપ્રીમ કોર્ટના વેધક સવાલઃ ન્યાયાધીશ બીવી નાગરથ અને ઉજ્જવલ ભૂયાનની બેન્ચે બિલ્કિસ કેસમાં 11 દોષિતોને માફી આપવા મુદ્દે ટીકા ટિપ્પણી કરી હતી. ગુજરાત સરકાર તરફના સોલિસીટર એસ.વી રાજુને બેન્ચે વેધક સવાલ કર્યો હતો કે મૃત્યુદંડ બાદની બીજાક્રમની સૌથી મોટી સજા આજીવન કારાવાસમાં માફી કેવી રીતે મળી શકે? સુપ્રીમ કોર્ટે આ મુદ્દે બીજો વેધક સવાલ કર્યો કે,ગોધરાના જિલ્લા ન્યાયાધિશના અભિપ્રાય લેવાની જરૂર કેમ પડી?

દરેક દોષિને આપશો માફી?: જે યોગ્ય હોય, જે લાયક હોય તેવા દોષિતોને સમાજમાં પરત ફરવાની તક આપવી જોઈએ. ન્યાયાધિશ નાગરત્ને કહ્યું, કેટલાક પસંદગીના ગુનેગારોને જ શા માટે માફી આપવામાં આવી છે? દરેક દોષિતોને બદલે શા માટે કેટલાક જ દોષિતોને સમાજમાં પુનઃસ્થાપિત થવાની તક આપો છો. ન્યાયાધિશોએ એસ વી રાજુને પુછ્યુ કે, 14 વર્ષ આજીવન કારાવાસની સજા પૂર્ણ કરેલા દરેક કેદીને માફી આપશો?

ગુજરાત સરકારની દલીલઃ એસ વી રાજુએ જવાબમાં કહ્યું કે, રાજ્ય સરકાર મે 2022ના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અસરકારકતાથી બંધાયેલી છે. જેમાં રાજ્ય સરકાર દોષિતોને માફી આપી શકે છે. આ નિર્ણયના અનુસંધાનમાં રાજ્ય સરકારે દોષિતોને સજા બાદ માફી આપી છે. સુપ્રીમ કોર્ટે જેલ એડવાઈઝરી કમિટિ તરફથી મળેલી માહિતીને ટાંકીને કહ્યું કે, સીબીઆઈએ પણ દોષિતોને માફી આપવા મુદ્દે નકારાત્મક પ્રતિભાવ આપ્યો નહતો?

કાઉન્સિલ પાસેથી ડેટા મંગાયોઃ એસ વી રાજુએ દલીલ કરી કે, દરેક દોષીતને કાયમી સજા થવી જોઈએ અને સુધારણાની તક પણ આપવી જોઈએ તેવો કાયદો નથી.બેન્ચે વળતો સવાલ કર્યો કે, 14 વર્ષના જેલ કારાવાસ બાદ દોષિતોને માફી મળવાની કેટલાને તક મળવી જોઈએ.જો દરેકને તક મળતી હોત તો આપણી જેલો કેદીઓથી ઊભરાતી હોત? માફી આપતી નીતિ અમલમાં મૂકાઈ હોય તેવા કિસ્સાઓની માહિતી પણ બેન્ચે કાઉન્સિલ પાસેથી માંગી હતી.

આગામી સુનાવણી 24 ઓગસ્ટેઃ આ કેસમાં સુપ્રીમ 24મી ઓગસ્ટે આગામી સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટ બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને માફી અપાઈ છે તેને પડકારતી પિટિશન પર સુનાવણી કરશે. દોષિતોને માફીના વિરોધમાં બાનોએ પિટિશન ફાઈલ કરી છે તે જ રીતે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પણ પણ CPI(M)નેતા સુભાષિનિ અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લોલ અને લખનઉ યુનિવર્સિટીના ઉપકુલપતિ રૂપરેખા વર્મા વિરૂદ્ધ પીઆઈએલ દાખલ કરી છે.

  1. Bilkis Bano Case: ગુનાહિત આરોપીઓને સમાજમાં ફરી પુનઃ સ્થાપિત થવાનો બંધારણીય અધિકાર- સુપ્રીમ કોર્ટ
  2. Bilkis Bano Case News: બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર વ્યક્ત કરી આશંકા
Last Updated : Aug 19, 2023, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details