ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Conversion Racket: CM યોગીનો આદેશ, સંપત્તિ જપ્તિ અને ગેંગસ્ટર તથા NSA હેઠળ કાર્યવાહી થશે - યુપી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ

સીએમ યોગી આદિત્યનાથે ધર્માતંરણ કેસમાં (Conversion Racket) આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને તેમની સામે ગેંગસ્ટર કાર્યવાહી કરીને NSA હેઠળ ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સોમવારે દિલ્હીથી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવ્યા બાદ 1,000થી વધુ લોકોને યેનકેનપ્રકારેણ ઇસ્લામ અપનાવવા દબાણ કરવા બદલ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi) બહેરામૂંગાં અને શારીરિક રીતે અપંગ બાળકો અને યુવાનોના ધર્માતંરણમાં સામેલ લોકો સામે ગેંગસ્ટર એક્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

Conversion Racket: CM યોગીનો આદેશ, સંપત્તિ જપ્તિ અને ગેંગસ્ટર તથા NSA હેઠળ કાર્યવાહી થશે
Conversion Racket: CM યોગીનો આદેશ, સંપત્તિ જપ્તિ અને ગેંગસ્ટર તથા NSA હેઠળ કાર્યવાહી થશે

By

Published : Jun 22, 2021, 2:08 PM IST

  • Conversion Racket કેસમાં CM યોગીનો આદેશ
  • આરોપીઓની સંપત્તિ જપ્તિ કરો અને ગેંગસ્ટર તથા NSA હેઠળ કેસ કરો
  • આશરે 1000 લોકોનું ઈસ્લામ ધર્માતરણ કરાવવાનો મામલો

લખનઉઃ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi) આ કેસમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને એજન્સીઓને આ રેકેટની વધુ તપાસ કરવા અને તેમાં સંડોવાયેલા બધાંની ધરપકડ કરવા ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું છે. રાજ્ય સરકારે આરોપીઓની સંપત્તિ કબજે કરવા આદેશ પણ આપ્યો છે. દિલ્હીના જામિયાનગરમાં બે શખ્સો દ્વારા કથિત રીતે બહેરામૂંગા વિદ્યાર્થીઓને અને અન્ય ગરીબ લોકોને ઇસ્લામ ધર્મ સ્વીકારાવવાનાનું રેકેટ (Conversion Racket) પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) ના ફંડિગથી ચાલી રહ્યું હોવાનો આ મામલો છે.

એડીજીએ આપી માહિતી

લખનઉના એટીએસ પોલીસ સ્ટેશનમાં આ કેસની એફઆઈઆર નોંધાયા બાદ ઉત્તરપ્રદેશના એન્ટી ટેરર સ્કવોડ (ATS) દ્વારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (Law and Order) પ્રશાંત કુમારે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નવી દિલ્હીના જામિયાનગરના રહેવાસી મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમી અને મોહમ્મદ ઉમર ગૌતમ તરીકે કરી હતી. એડીજીએ કહ્યું કે ગૌતમ જે પોતે હિન્દુ ધર્મમાંથી ઇસ્લામમાં ધર્મપરિવર્તન (Conversion) કરેલું છે તેણ ઓછામાં ઓછા 1000 લોકોને ઈસ્લામ ધર્મમાં (Conversion Racket) પરિવર્તન લગ્ન, પૈસા અને નોકરીની લાલચ આપીને કરાવ્યું છે. કુમારે ગૌતમને ટાંકીને કહ્યું કે, ગૌતમે ઓછામાં ઓછા 1000 બિનમુસ્લિમોને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કર્યા, તે બધાંને મુસ્લિમો સાથે લગ્ન કરાવ્યાં. એડીજીએ જણાવ્યું કે, તેઓ જે સંસ્થા ચલાવતા હતાં તે 'ઇસ્લામિક દાવા સેન્ટર' છે, જેમાં પાકિસ્તાનની (ISI) આઈએસઆઈ અને અન્ય વિદેશી એજન્સીઓના ભંડોળ વપરાય છે.

આ પણ વાંચોઃ Religious Conversion - ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં ATS દ્વારા 2 લોકોની ધરપકડ

વિદેશી એજન્સીઓનું ફંડિગ

એડીજીએ વધુમાં જણાવ્યું હતું કે, એટીએસ ( ATS ) ગુપ્તચર ઇનપુટ્સ પર કામ કરી રહ્યું છે કે કેટલાક ગરીબ લોકોને ઇસ્લામ અપનાવવા અને સમાજમાં સાંપ્રદાયિક દુશ્મનાવટ ફેલાવવા માટે આઈએસઆઈ (ISI) અને અન્ય વિદેશી એજન્સીઓ પાસેથી ભંડોળ મેળવવામાં આવી રહ્યું છે. એટીએસ તપાસના પગલે આ બંનેની ધરપકડ થઈ છે અને તેમના પર ભારતીય દંડ સંહિતા અને ઉત્તર પ્રદેશના કડક કરવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળના વિવિધ આરોપો પર કેસ દાખલ કરાયો છે. એડીજીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ કેસની વધુ તપાસ માટે તેમની કસ્ટડી માગવામાં આવશે.

આ પણ વાંચોઃ Conversion Case: UPમાં આજે ધર્માંતરણ કેસમાં બંને આરોપીના રિમાન્ડ પર સુનાવણી

ABOUT THE AUTHOR

...view details