વારાણસીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત (UP Assembly Election 2022) નોંધાવ્યા બાદ સીએમ યોગી હવે યુવાનો માટે રોલ મોડલ બની ગયા છે. સીએમ યોગીનું બુલડોઝર હોય કે, તેમની કામ કરવાની રીત તમામ વસ્તુ યુવાનોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે, સીએમ યોગી આજકાલ યુવાનો માટે રોલ મોડલ બની ગયા છે અને તેમની સ્ટાઈલને ફોલો કરી રહ્યા છે. જેની તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં પણ જોવા મળી રહી છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા (Oath taking ceremony) યુવાનો યોગી કુંડળ પહેરીને યોગી શૈલીમાં સરકારની જીતની ઉજવણી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, યુવાનોની આ સ્ટાઇલે માર્કેટમાં નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે.
આ પણ વાંચો:CM યોગીના શપથ ગ્રહણ સમારોહના મંચ પર PM મોદી સાથે 62 VVIP નો સમાવેશ
યોગી શૈલીમાં ઉજવણી કરતા યુવાનો:ઉલ્લેખનીય છે કે, 25 માર્ચે સીએમ યોગીનો શપથ ગ્રહણ સમારોહ છે. આ પહેલા બજારોમાં યોગી કુંડળની માંગ જોવા મળી રહી છે. યોગી કુંડળને ફેશનમાં સમાવીને યુવાનો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. યુવાનોનો ઉત્સાહ જોઈને બજાર પણ સજાવવામાં આવ્યું છે. વારાણસીના સિગરા વિસ્તારના પીયર્સન પોઈન્ટ પર યુવાનોની ભીડ એકઠી થઈ રહી છે.