ગુજરાત

gujarat

ETV Bharat / bharat

"મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી" - બાબા રામદેવ( Baba Ramdev )

બાબા રામદેવ ( Baba Ramdev )નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બાબા રામદેવ તેમના સમગ્ર દેશના ઉદ્યોગો સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા તે સમય આ વીડિયો છે. આ વીડિયોમાં વાતચીત દરમિયાન બાબા રામદેવ ( Baba Ramdev ) કહી રહ્યા છે કે, મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી.

Baba Ramdev
Baba Ramdev

By

Published : May 26, 2021, 7:52 PM IST

Updated : May 26, 2021, 8:13 PM IST

  • "મારી ધરપકડ કરી શકે તેવી તાકાત કોઇના બાપમાં નથી" - બાબા રામદેવ ( Baba Ramdev )
  • બાબા રામદેવ ( Baba Ramdev )નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • "લોકોનું કામ સોશિયલ મીડિયા પર કંઇક ટ્રેંડિંગ મેળવવું છે" - બાબા રામદેવ ( Baba Ramdev )

ઉત્તરાખંડ : સતત વિવાદોથી ઘેરાયેલા યોગગુરુ બાબા રામદેવ એક બાદ એક તેમના વાયરલ નિવેદનોનો કારણે હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. બાબા રામદેવના નિવેદનો દેશના ડૉકટર્સને ખૂંચી રહ્યા છે. કદાચ આ જ કારણે IMAએ યોગગુરુ બાબા રામદેવ( Baba Ramdev )ની વિરુદ્ધ એકત્રિત થઈને દેશના તમામ ડૉકટર્સે બાબા રામદેવ સામે મોરચો ખોલ્યો છે. આ સાથે બાબ રામદેવને કાનૂની નોટિસ આપી છે. આવી સ્થિતિમાં પણ બાબા રામદેવ( Baba Ramdev ) અટકવાના મૂડમાં ન હોય તેમ નિવેદન આપતા જણાવે છે કે, મારી ધરપકડ કરી શકે તેવી તાકાત કોઇના બાપમાં નથી.

"મારી ધરપકડ કરી શકે તેવી તાકાત કોઇના બાપમાં નથી" - બાબા રામદેવ( Baba Ramdev )

બાબા રામદેવ( Baba Ramdev )નો વધુ એક વીડિયો સામે આવ્યો છે. બાબા રામદેવ તેમના સમગ્ર દેશના ઉદ્યોગો સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા તે સમય આ વીડિયો છે. આ વીડિયોમાં બાબા રામદેવ( Baba Ramdev ) નિવેદન આપતા જણાવે છે કે, મારી ધરપકડ કરી શકે તેવી તાકાત કોઇના બાપમાં નથી.

મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી - બાબા રામદેવ

આ વલણને કારણે હું હંમેશાં ટોચ પર રહું છું - બાબા રામદેવ ( Baba Ramdev )

આ વીડિયોમાં બાબા રામદેવ ( Baba Ramdev ) જણાવી રહ્યા છે કે, લોકોનું કામ સોશિયલ મીડિયા પર કંઇક ટ્રેંડિંગ મેળવવું છે. ક્યારેક રામદેવની ધરપકડ કરવામાં આવે, તો ક્યારેક ઠગ રામદેવ, ક્યારેક રામદેવની ધરપકડ કરો( #ArrestRamdev ) જેવા હૈશ ટેગ ટ્રેન્ડ કરતા રહે છે. જે બાદ પાછળથી બાબા રામદેવ( Baba Ramdev )ને હસતા અને કહેતા સાંભળાય છે કે, આ બધામાં સારી બાબત એ છે કે, આ વલણને કારણે હું હંમેશાં ટોચ પર રહું છું.

બાબા રામદેવે પણ પોતાનું નિવેદન પરત ખેંચી લીધું હતું

ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ( Baba Ramdev )ના નિવેદનો બાદ એલોપથી અને આયુર્વેદ અંગે દેશમાં એક સંઘર્ષ ઉત્પન્ન થયો છે. IMA દ્વારા બાબા રામદેવને 1 હજાર કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલવામાં આવી છે. દેશના આરોગ્ય પ્રધાને બાબા રામદેવ( Baba Ramdev )ને એલોપેથી અને તેમના ડૉક્ટર્સ અંગેના નિવેદન માટે માફી માંગવા પણ જણાવ્યું છે. જે બાદ બાબા રામદેવે પણ પોતાનું નિવેદન પરત ખેંચી લીધું હતું.

(ETV Bharat વીડિયોની પ્રામાણિકતાની પુષ્ટિ કરતું નથી)

આ પણ વાંચો -

Last Updated : May 26, 2021, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details