ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Chardham Yatra Stop At Chamoli: ચમોલીમાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ યાત્રા રાકવી પડી - Chardham Yatra Stop At Chamoli

બદ્રીનાથ જતા વાહનો અને મુસાફરોને જોશીમઠ, પાંડુકેશ્વર, ગોવિંદઘાટ પર રોકી દેવામાં આવ્યા (Chardham Yatra Stop At Chamoli) છે. વહીવટી તંત્રએ વરસાદની સિઝનમાં સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. લાંબાગઢમાં ખાચરા નાળામાં પાણી વધવાના અને બલદૌડામાં પહાડી પરથી પથ્થરો પડવાના અહેવાલો પણ છે. જેના કારણે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયુ છે.

Chardham Yatra Stop At Chamoli: ચમોલીમાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ યાત્રા રાકવી પડી
Chardham Yatra Stop At Chamoli: ચમોલીમાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ યાત્રા રાકવી પડી

By

Published : May 17, 2022, 8:56 PM IST

ચમોલી: બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 પર લામ્બાગઢ પાસે રસ્તો ધોવાઈ ગયો છે. નાળામાં પાણી વધવાને કારણે પેસેન્જર વાહનોની અવરજવર બંધ (Passenger vehicles stopped from going to Badrinath ) થઈ ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર વરસાદ (Heavy Rain in Badrinath) બંધ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ જતા મુસાફરોના વાહનોને જોશીમઠ, પાંડુકેશ્વર, ગોવિંદઘાટ પર રોકી દેવામાં (Chardham Yatra Stop At Chamoli) આવ્યા છે. વાહનો થંભી જવાના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.

વાંચો-આ બાળક છે કે રોબોટ? માત્ર 8 વર્ષની ઉંમરે આટલા બધા રેકોર્ડ..!

બદ્રીનાથ ધામથી પરત આવતા વાહનોને ધામમાં જ રોકવા (Badridham vehicle stop) માટે સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચમોલી જિલ્લામાં સાંજે 4 વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓમાં ઉછાળો આવ્યો છે. વરસાદના કારણે યાત્રા રૂટ પર યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાંચો-આસામ પૂરના ખપ્પરમાં: નદીમાં હાથી ડૂબવાના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, Viral Video

બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગૌચરથી બદ્રીનાથ ધામ સુધી વાહનોની અવરજવર માટે ખુલ્લો છે. ખાચરા નાળા પાસે પાણી વધી જતાં વહીવટીતંત્રે સલામતી માટે પેસેન્જર વાહનોને અટકાવી દીધા છે. ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ હાઈવે પર લામ્બાગઢ નજીક ખાચરા નાળામાં વધતા પાણીને ધ્યાનમાં રાખીને, તીર્થયાત્રીઓને માત્ર ગોવિંદઘાટ અને પાંડુકેશ્વરમાં જ રોકાવા માટે કહેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details