નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની Vivoએ શનિવારે દેશમાં તેનો નવો 'Y56 5G' સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેમાં 50 મેગાપિક્સલનો સુપર નાઈટ કેમેરા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા સ્માર્ટફોનની કિંમત 8GB + 128GB વેરિઅન્ટ માટે રુપિયા 19,999 છે અને તે સત્તાવાર ઈ-સ્ટોર અને તમામ ભાગીદાર રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. તે 2 કલર વેરિઅન્ટમાં આવે છે. ઓરેન્જ શિમર અને બ્લેકમાં છે.
Vivo Y56 5G એ Y-શ્રેણીમાં પ્રથમ 5G ડિવાઈસ છે: નવું Y56 5G 6.58-ઇંચ FHD+ ડિસ્પ્લે ધરાવે છે અને 5,000mAh બેટરી પેક કરે છે. Vivo Indiaના બ્રાન્ડ સ્ટ્રેટેજી હેડ યોગેન્દ્ર શ્રીરામુલાએ જણાવ્યું હતું કે Vivo Y56 5G એ Y-શ્રેણીમાં પ્રથમ 5G ડિવાઈસ છે જે રૂપિયા 20,000ના સબ-સેગમેન્ટમાં પ્રવેશ કરે છે. Vivo Y56 સાથે, અમે વધુ મોટા ગ્રાહકો સુધી પહોંચવા અને તેમને નવીનતમ તકનીકોનો અનુભવ કરવાની તક આપવા માંગીએ છીએ.
આ પણ વાંચો:સેમસંગનો આ ફોન શ્રેષ્ઠ વીડિયો રેકોર્ડિંગ અને ડિસ્પ્લે ક્વોલિટી સાથે થશે લોન્ચ