- Mi દ્વારા લોન્ચ કરવામાં આવ્યો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન
- સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર
- 1.11 લાખથી લઈને 1.45 લાખ સુધીની કિંમત
બેઈજિંગ: સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન બનાવવાની હરોળમાં પ્રથમ નંબરે છે. જોકે, ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શાઓમીએ મંગળવારે તેમનો સૌપ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Mi Mix Fold લોન્ચ કરીને આ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
આ પણ વાંચો:જિઓની મેક્સ પ્રો ભારતમાં લોન્ચ, રૂપિયા 6999 હશે કિંમત
30 માર્ચથી પ્રિ-ઓર્ડર શરૂ
આ સ્માર્ટફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર, 5020mAhની બેટરી અને 67 વૉટનો ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન આ સેગમેન્ટના અન્ય સ્માર્ટફોન્સ કરતા 27 ટકા જેટલું ઓછું વજન ધરાવે છે. આ સ્માર્ટફોનના 12 જીબી+256 જીબી વેરિયન્ટની કિંમત 9,999 યુઆન એટલે કે, 1,11,747 રૂપિયા, 12 જીબી+512 જીબી વેરિયન્ટની કિંમત 10,999 યુઆન એટલે કે, 1,22,900 રૂપિયા અને 16 જીબી+512 જીબી વેરિયન્ટની કિંમત 12,999 યુઆન એટલે કે, 1,45,230 રૂપિયા નક્કી કરવામાં આવી હોવાનું શાઓમીના સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સ્માર્ટફોનના પ્રિ-ઓર્ડર 30 માર્ચથી શરૂ થશે.