- પૂનાવાલા માંગશે તો સુરક્ષા અપાશે
- મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટમાં આપ્યું નિવેદન
- કોર્ટે રદ્દ કરી સુરક્ષાની અરજી
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે(Maharashtra government) શુક્રવારે મુંબઇ હાઇકોર્ટને જણાવ્યું છે કે જો કોવિડ-19ની રસી બનાવતી કોવિશિલ્ડ નિર્માતા કંપની સીરમ ઇંસ્ટિટ્યૂટના(Serum Institute of India) સીઇઓ અદાર પૂનાવાલા જો સુરક્ષા આપવા માટે અનુરોધ કરશે તો તેમને સુરક્ષા આપવા માટે તૈયાર છે. સરકારે નિવેદન આપ્યા બાદ હાઇકોર્ટે પૂનાવાલાને વધુ સારી સુરક્ષા આપવાની માંગ કરતી જાહેર હિતની અરજી રદ્દ કરી દીધી હતી.
એડવોકેટ દત્તાએ કરી હતી અરજી
પૂનાવાલાને(Poona walla) કેન્દ્ર સરકાર તરફથી પહેલાં જ CRPFની Y શ્રેણીની સુરક્ષા મળી છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે રસી માટે તેમને અનેક ધમકીઓ મળી રહી છે. જે બાદ એડવોકેટ દત્તાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પૂનાવાલાને ઝેટ-પ્લસ સુરક્ષા આપે. સરકારી વકિલ દીપક ઠાકરેએ ન્યાયમૂર્તિ એસ.એસ.શિંદે અને ન્યાયમૂર્તિ એન.જે.જામદારની ખંડપીઠને જણાવ્યું છે કે જો પૂનાવાલા ઇચ્છે તો રાજ્યસરકાર તેમને પૂરતી સુરક્ષા આપશે.
લોકોની વાતો પર આદેશ જાહેર ન કરી શકાય