થિરૂવંનતપુરમ: આમ તો નેનો આર્ટવર્કની (Neno Art Work idols) દુનિયા જ અલગ છે. બારીકી નક્શીકામથી (Carving Creativity) એવી કૃતિઓ કલાકાર બનાવે છે કે, જોનારાના મોઢામાંથી પહેલી નજરે તો ઉદગાર સરી પડે કે, વાહ ઉસ્તાદ વાહ...આવી જ એક કલા કારીગીરી કેરળના મહાનગરમાં જોવા મળી છે. જેમાં પદ્મનાભમ સ્વામીની (Padmanabha Swamy) શયન મુદ્રા, ગણેશજી, ગાય, નટરાજ જેવા આઈકોનિક કહી શકાય એવી કૃતિઓને અનોખી રીતે કંડારવામાં આવી છે. ખાસ વાત એ છે કે, દરેક મૂર્તિ પર એટલું સુક્ષ્મ અને બારીકીથી કામ કરવામાં આવ્યું છે. જાણે દેલવારાના ડેરાની કોઈ ઝાળી પર વર્ષો જૂનુ નક્શીકામ થયું હોય. આ સ્કલ્પચરને (sculpture Art work) માઈક્રોસ્કોપ વ્યૂ તરીકે ઓળખવામાં આવે છે. જેનું કદ મિલિમીટરમાં છે. આ નેનો સ્કલ્પચર્સ સમાચારની હેડલાઈન્સમાં તો રહ્યા છે પણ સાથોસાથ કલાકારે ઘણી પ્રશંસા પણ મેળવી છે.
આ પણ વાંચો:આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ વધારી રહી છે યુવાનોની ચિંતા
કોણ છે આ કલાકાર: આ કલાકારનું નામ ગણેશ સુબ્રમણ્યિમ છે. જેનું આર્ટવર્ક ખરેખર દુલર્ભ અને કઠિન છે. આ દરેક સ્કલ્પચરનું કદ માત્ર 3.5mm છે. આવા કેટલાક સ્કલ્પચર તેમણે પૂર્વ રાજવી ત્રાવણકોર કિંગ, ઉથરાદમ તિરૂનલ માર્તંડવર્માને ભેટમાં આપી દીધા છે. જ્યારે રાજવીએ આ સ્કલ્પચર જોયા ત્યારે તેણે એક બિલોરી કાચ લેન્સનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરેક સ્ક્લપચર જોઈને તેઓ પણ થોડા સમય માટે ચોંકી ગયા હતા. કલાકારની આવી કલા જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા અને અચરજ પામ્યા. ગણેશની કૃતિથી ખુશ થઈને તેમણે એવું કહ્યું કે, આને હવે ઘરેણા પહેરાવા પડશે. પછી ગણેશે એક વીટી તૈયાર કરી. વર્ષોની આકરી મહેનત બાદ તેણે આ સ્ક્લપચર તૈયાર કર્યા છે. પદ્મનાભ સ્વામીની મૂર્તિનું કદ માત્ર 3.5mm છે.