ગુજરાત

gujarat

ETV Bharat / bharat

World No Tobacco Day 2021: ફેફસાંને નબળા પાડે છે તમાકુ, સાથે સાથે કોરોનાને પણ આપે છે આમંત્રણ - 31 મેના સમાચાર

મનોચિકિત્સક ડૉકટર મનસ્વી ગૌતમ જણાવે છે કે, કોરોના વાઈરસની અસર તમાકુનું સેવન કરનારાઓને વધુ થઈ રહી છે. ધૂમ્રપાન કરવાથી રોગ સામે લડવાની શરીરની ક્ષમતા ઓછી થાય છે, જેનાંથી કોરોના થવાંની સંભાવના વધારે રહે છે. આ વખતે વિશ્વ તમાકુ દિવસ (World No Tobacco Day)ની થીમ પણ આના આધારે છે. આવી રીતે તંદુરસ્ત જીવન જીવવા માટે કેટલીક કુદરતી રીતો તમારા માટે ધૂમ્રપાન છોડવામાં મદદરૂપ થઈ શકે છે, જુઓ આ અહેવાલ...

World No Tobacco Day 2021
World No Tobacco Day 2021

By

Published : May 31, 2021, 8:23 AM IST

  • ફેફસાંને નબળા પાડે છે તમાકુ, સાથે સાથે કોરોનાને પણ આપે છે આમંત્રણ
  • 10માંથી 3 વ્યક્તિઓ કરે છે તમાકુનું સેવન
  • તમાકુનું વ્યસન એક સાઈલેન્ટ કિલર

જયપુર: તમાકુના દુષ્પ્રભાવો અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 31 મે એ 'વર્લ્ડ તમાકુ નિષેધ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ 'છોડવા માટે પ્રતિબદ્ધ' (Quit Tobacco to be a Winner) છે. તમાકુનું વ્યસન એ તમામ પદાર્થોમાં સૌથી વધુ પ્રચલિત અને જીવલેણ છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઈન્ડિયા (Global Adults Tobacco Survey India-GATS) 2016-2017 અનુસાર, વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં અને વપરાશમાં ભારત બીજા ક્રમે છે.

10માંથી 3 વ્યક્તિઓ કરે છે તમાકુનું સેવન

આંકડા અનુસાર, દર 10 લોકોમાંથી ત્રણ લોકો તમાકુનું કોઈ ન કોઈ રૂપમાં સેવન કરે છે. એક દિવસમાં લગભગ 3500 મૃત્યુ તમાકુના કારણે થાય છે. ધુમાડારહિત તમાકુ (smokeless tobacco) જેમ કે ખૈની, ગુટખા, જરદા વગેરેનું ભારતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. મહિલાઓ અને બાળકોમાં પણ તમાકુનું વ્યસન વધી રહ્યું છે. દર 20 માંથી 3 મહિલાઓ આ વ્યસનનો શિકાર છે.

World No Tobacco Day 2021

આ પણ વાંચો: "મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી" - બાબા રામદેવ( Baba Ramdev )

તમાકુનું દુષ્પરિણામ

ગુટખા, જરદા, ખૈની, સિગારેટ, બીડી તમાકુના સ્વરૂપોમાં હાજર નિકોટિન કેમિકલ થોડી ક્ષણોમાં આપણા મગજમાં પહોંચે છે અને રિલેક્સ તેમજ ઉત્તેજીત કરે છે પરંતુ આ ક્ષણ ભંગુર છે અને જ્યારે અસર ઓછી થાય છે ત્યારે મગજ વધુ નિકોટિનની માત્રાની માગ કરે છે. તેથી કોઈ વ્યક્તિ તણાવ ઓછો કરવા, ખુશ થવા અથવા રિલેક્સ રહેવા માટે વધુ તમાકુ, સિગારેટ, બીડિઓનું સેવન કરે છે અને વ્યસની બની જાય છે. સમય જતાં તેમની ખરાબ અસરો ફક્ત શરીર પર જ નહીં પણ વ્યક્તિની માનસિકતા પર પણ પડે છે.

COVID-19 ને આપી રહ્યું છે આમંત્રણ

સિગારેટ અને બીડીના ધૂમ્રપાનની અસર વ્યક્તિ પર જ નહીં પરંતુ તેની આસપાસ રહેતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધ લોકો પર પણ પડે છે. આપણે તેને સેકન્ડ હેન્ડ સ્મોક કહીએ છીએ. બાળકોમાં સેકન્ડ હેન્ડના ધૂમ્રપાનથી યાદશક્તિમાં ઘટાડો, ચીડિયાપણું, અસ્થમા, COPD જેવી ગંભીર શ્વાસ સંબંઘિત બીમારીઓ થાય છે. તમાકુ, સિગારેટ ફેફસાં અને શ્વસન માર્ગના સ્વસ્થ કોષોને નષ્ટ કરે છે અને તેમની પ્રતિરોધક ક્ષમતા ઘટાડે છે અને COVID -19 ના સંક્રમણ અને તેના થવાની કોમ્પિલકેશનને વધારે છે.

સ્વાસ્થ્ય માટે જોખમ

સિગારેટ અને બીડીઓમાં લગભગ 7357 રાસાયણિક સંયોજનો છે, જેમાંથી 70 કાર્સિનોજેન્સ છે. યુવા લોકોમાં હુક્કા / શિશા બાર્સ ખૂબ લોકપ્રિય છે, પરંતુ તેનાથી સિગારેટ જેટલું જ જોખમ છે. કોઈપણ સ્વરૂપમાં બીડી, સિગારેટ, ગુટખા, ખૈની તમાકુ આપણા શરીરમાં અનેક પ્રકારના કેન્સરનું કારણ બને છે. તે મુખ્યત્વે મોં, ફેફસાં, શ્વસન માર્ગ, યકૃત, પેટ વગેરેનાં કેન્સરનું કારણ બને છે. વ્યસનની પ્રતિકારના અભાવને લીધે શરીર અનેક રોગોનું ઘર બને છે.

તમાકુનું વ્યસન એક સાઈલેન્ટ કિલર

મનોચિકિત્સક ડૉ. મનસ્વી ગૌતમે જણાવ્યું હતું કે, તમાકુનું વ્યસન સાઈલેન્ટ કિલર છે. તે ધીમે ધીમે શરીર પર હુમલો કરે છે. તમાકુનું સેવન કરવાથી અનેક રોગો થાય છે. ડૉ. મનસ્વી ગૌતમે લોકોને તમાકુ મુક્ત જીવન જીવવાની અપીલ કરી હતી. હાલ કોરોના વાઈરસ અંગે ડૉ. મનસ્વી ગૌતમે કહ્યું કે, આ વાઈરસ એ લોકોમાં વધુ જોવા મળ્યું જે તમાકુનું સેવન વધુ કરે છે. તમાકુના સેવનને ટાળીને આપણે કોરોનાથી પણ બચી શકીએ છીએ.

ફેફસાંને નબળા પાડે છે તમાકુ, સાથે સાથે કોરોનાને પણ આપે છે આમંત્રણ

આ પણ વાંચો: સળગતી ચિતાઓ વચ્ચે નવો વિવાદ, બાબા રામદેવ પ્રમાણે એલોપેથી સીલી સાયન્સ

સગર્ભા સ્ત્રીઓ પર અસરો

ડૉ. અનિતા ગૌતમે જણાવ્યું હતું કે, તમાકુના સેવનથી ગર્ભવતી મહિલાઓ પર ઘણી અસરો થાય છે. આ સિવાય જો સગર્ભા સ્ત્રી કોઈ એવા પુરુષની સાથે રહે છે જે તમાકુનું સેવન કરે છે અથવા માદક દ્રવ્યોનું વ્યસન ધરાવે છે, તો તે ગર્ભવતી સ્ત્રીને પણ અસર કરે છે. તેમણે કહ્યું કે તમાકુનું સેવન શારીરિક બિમારીઓનું કારણ બને છે, સાથે જ વ્યક્તિની માનસિકતા પર પણ તેની નકારાત્મક અસર પડે છે.

આને અનુસરીને ધૂમ્રપાનના વ્યસનથી છુટકારો મેળવી શકો છો…

  • પોતાને વ્યસ્ત રાખો

ધૂમ્રપાનના વ્યસનથી બચવા માટે વ્યસ્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમે તમારા દિવસની શરૂઆત નાસ્તા, વર્કઆઉટ, ધ્યાન અને કાર્યથી કરો. જેથી ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ટાળી શકાય.

  • મધનું સેવન કરો

જો તમારે પણ ધૂમ્રપાન કરવાની આદત છોડવી હોય તો તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં વિટામિન, એન્ઝાઇમ અને પ્રોટીન હોય છે, જે તમને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે.

  • અજવાઈન

જો તમે અજવાઈનને મોંમાં રાખો છો, તો પછી તમે ધીમે ધીમે ટેવ છૂટતી જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને ધૂમ્રપાન કરવાનું મન થાય ત્યારે તમારે મોં માં અજવાઈન રાખવાની. તમને જલ્દી જ ફાયદો જોવા મળશે.

  • તમાકુની ઇચ્છા થાય તો...

ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરતી વખતે, મોંમાં કંઈક ચાવવાની ઇચ્છા થતી હોય છે. આવી સ્થિતિમાં તમે બાઉલમાં કચુંબર તમારી સાથે રાખી શકો છો. ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ટાળવા માટે તમે ચ્યુઇંગમ પણ ખાઈ શકો છો. વળી, ઇલાયચી અથવા વરિયાળી ચાવવાથી પણ ધૂમ્રપાન કરવાની ઇચ્છા સામે લડવામાં મદદ મળે છે.

  • આ વસ્તુઓ ખાવી

વિટામિન સીથી ભરપુર ફળો ખાવાનું શરૂ કરો. નારંગી, લીંબુ, આમળા, જામફળ અને સફરજન વગેરે ખાવાથી તમે તમાકુની આદતથી છૂટકારો મેળવી શકો છો. વિટામિન સી નિકોટિનથી શરીરને ડિટોક્સિફાઇઝ પણ કરે છે અને તેની ઈચ્છા ઘટાડે છે.

ABOUT THE AUTHOR

...view details