દિવસ મહત્વ:
આ દિવસ બાળમજૂરોની દુર્દશાને પ્રકાશિત કરવા અને જાગૃતિ લાવવા માટે સરકારો, રોજગારદાતાઓ અને કામદારો સંસ્થાઓ, નાગરિક સમાજ તેમજ વિશ્વભરના લાખો લોકોને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. આ દિવસ મુખ્યત્વે બાળકોના વિકાસ પર કેન્દ્રિત છે અને તે બાળકોના શિક્ષણના અધિકાર અને ગૌરવપૂર્ણ જીવનનું રક્ષણ કરે છે.
વિશ્વભરમાં, સેંકડો બાળકો તેમના માતાપિતા માટે આજીવિકા મેળવવામાં માટે શાળા છોડી દે છે. કેટલાક બાળકોને સંગઠિત ગુનાના ષડયંત્ર દ્વારા બાળ મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે છે, જ્યારે કેટલાક આત્યંતિક ગરીબીને લીધે ક્યારેય શાળાઓ જોતા જ નથી. તેથી, બાળકો માટે શિક્ષણના અધિકાર અને ગૌરવપૂર્ણ જીવનની રક્ષા કરવા માટે, ઘણી સંસ્થાઓ અને આઈ.એલ.ઓ બાળ મજૂરીને કાબૂમાં રાખવા પ્રયત્નો કરી રહી છે અને2030 સુધીમાં યુ.એન દ્વારા પ્રસરેલા ટકાઉ વિકાસ લક્ષ્યો (એસ.ડી.જી) હાંસલ કરવા મહત્વપૂર્ણ છે.
આ વર્ષે, વિશ્વ દિવસ આભસી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવ્યો છે જેનું આયોજન બાળ મજૂર સામે વૈશ્વિક કુચ અને કૃષિમાં બાળ મજૂર પર સહકાર માટેની આંતરરાષ્ટ્રીય ભાગીદારી (આઈ.પી.સી.સીએલએ) દ્રારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
" વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ 2020 નો વિષય
આ વર્ષે, વિશ્વ દિવસ આભસી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવ્યું છે જેનું આયોજન બાળ મજૂર સામે વૈશ્વિક કુચ સાથે સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે
ઇતિહાસ :
1919 માં, સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય મજૂર ધોરણો સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (આઈ.એલ.ઓ) ની સ્થાપના કરવામાં આવી હતી. આઈ.એલ.ઓના 187 સભ્ય દેશો છે અને તેમાંથી 186 સંયુક્ત રાષ્ટ્રના સભ્ય પણ છે. 187 મી સભ્ય કૂક આઇલેન્ડ (દક્ષિણ પેસિફિક) છે. તે પછીથી, આઇ.એલ.ઓએ વિશ્વભરમાં મજૂરની સ્થિતિમાં સુધારો કરવા માટે ઘણી સંધિઓ પસાર કરી છે.
વળી, 2002 માં" વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ " ને આંતરરાષ્ટ્રીય મજુર સંગઠન (આઈ.એલ.ઓ) દ્વારા સંધિ નંબર 138 અને 182 દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું. 1973 માં, આઈ.એલઓ સંધિ નંબર 138 અપનાવવામાં આવ્યું હતું અને રોજગાર માટેની લઘુત્તમ વય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સભ્ય દેશોનો રોજગારની લઘુત્તમ વય વધારવા અને બાળ મજૂરી નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે. 1999 માં, આઈ.એલ.ઓ સંધિ નંબર 182 અપનાવવામાં આવ્યું અને તેને "બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપ સંધિ" તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તે બાળ મજૂરીના ખરાબ સ્વરૂપને દૂર કરવા જરૂરી અને તાત્કાલિક પગલાં લેવાનું ધ્યેય રાખે છે.
હકીકતમાં 2020 માં આઈ.એલ.ઓનાં"બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપ સંધિ, 1999" ના અપનાવ્યા ના 21 વર્ષ પુર્ણ થાય છે. આ દિવસ પુખ્ત વયના લોકો અને બાળકોના હક્કોના રક્ષણ માટે બળજબરીથી મજૂર સંધિ ના 2014 ના પ્રોટોકોલના બહાલી ઉપર પણ કેન્દ્રિત છે.
બાળ મજૂરી સામે લડાઇ
વિશ્વવ્યાપી તમામ બાળકોમાંથી દસમાંથી એક બાળ મજૂર છે. 2000 થી બાળમજૂરીના બાળકોની સંખ્યામાં 9.4 કરોડ નો ઘટાડો થયો છે, જ્યારે તાજેતરના વર્ષોમાં ઘટાડો દર બે તૃતીયાંશ જેટલો ધીમો પડી ગયો છે.
2025 સુધીમાં યુ.એન.ના ટકાઉ વિકાસ લક્ષ્ય 8.7, બાળ મજૂરી ના તમામ સ્વરૂપોનું અંત લાવવાનું લક્ષ રાખે છે. તે વૈશ્વિક સમુદાયને બળજબૂરીથી મજૂરી, આધુનિક ગુલામી અને માનવીય તસ્કરીને નાબૂદ કરવા પગલાં લેવાનું આહવાન કરે છે. તે બાળ સૈનિકોની ભરતી અને ઉપયોગ સહિતના બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો પર પ્રતિબંધ અને નાબૂદ કરવા અને 2025 સુધીમાં બાળ મજૂરીના તમામ સ્વરૂપોનો અંત લાવવાનું પણ આહવાન કરે છે.