ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

World Cup 2023 PAK vs AFG Highlights : અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું, સર્જેયો મોટો અપસેટ - PAK vs AFG Highlights

અન્ય એક મોટા અપસેટમાં, અફઘાનિસ્તાનની ટીમે ICC વર્લ્ડ કપ 2023ની 22મી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. અફઘાનિસ્તાને રોમાંચક મેચમાં પાકિસ્તાનને છેલ્લી ઓવરોમાં 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં અફઘાનિસ્તાનના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 6:41 AM IST

Updated : Oct 24, 2023, 6:48 AM IST

ચેન્નાઈ : ICC વર્લ્ડ કપ 2023ની 22મી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ બેટીંગ કરતા પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમે 283 રનના ટાર્ગેટને 49.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને 286 રન બનાવીને 8 વિકેટે જીતી લીધો હતો. વર્લ્ડ કપ 2023ની પાંચ મેચમાં પાકિસ્તાનની આ ત્રીજી હાર છે. તેને સતત બે મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે, પહેલા ઓસ્ટ્રેલિયાના હાથે અને પછી ટીમ અફઘાનિસ્તાન સામે.

પાકિસ્તાને 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો : અબ્દુલ્લા શફીક અને ઇમામ-ઉલ-હકે પાકિસ્તાન માટે ઇનિંગ્સની શરૂઆત કરી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 10.1 ઓવરમાં 56 રન જોડ્યા હતા. ઈમામ-ઉલ-હક 12 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે અબ્દુલ્લા શફીકે શાનદાર અડધી સદીની ઇનિંગ રમીને 58 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 92 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. બાબર સિવાય ઈફ્તિખાર અહેમદ અને શાદાબ ખાને 40-40 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નૂર અહેમદે સૌથી વધુ 3 વિકેટ પોતાના નામે કરી હતી.

અફઘાનિસ્તાને આસાનીથી લક્ષ્ય હાંસલ કર્યો : પાકિસ્તાને આપેલા 283 રનના ટાર્ગેટનો પીછો કરતા અફઘાનિસ્તાનને રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 21.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 130 રન જોડ્યા હતા. અફઘાનિસ્તાનને પહેલો ફટકો રહેમાનુલ્લા ગુરબાઝના રૂપમાં લાગ્યો હતો. ગુરબાઝ 53 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી અફઘાનિસ્તાનને બીજો ફટકો ઈબ્રાહિમ ઝદરાનના રૂપમાં લાગ્યો હતો. ઝદરને 113 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 85 રનની ઇનિંગ રમી હતી.

પાકિસ્તાન માટે ખતરની ઘંટી વાગી : અફઘાનિસ્તાન તરફથી રહમત શાહે 84 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 48 રન બનાવીને જીત મેળવી હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 1 અને હસન અલીએ 1 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનની ટીમે આ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને પણ હરાવ્યું છે. હવે પાકિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાની ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે.

  1. World Cup 2023: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સેની ટીમમાં એન્ટ્રી, ઈજાગ્રસ્ત રીસ ટોપલેનું લેશે સ્થાન
  2. World Cup 2023 : શુભમન ગીલ સૌથી ઝડપી 2000 ODI રન પૂરા કરનાર ક્રિકેટર બન્યો, હાશિમ અમલાને પાછળ છોડ્યો
Last Updated : Oct 24, 2023, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details