- વિશ્વ બાઇપોરલ ડે 2021
- રોગનું મુખ્ય કારણ તણાવ
- બાઇપોલર ડિસઓર્ડર આનુવંશિક રોગની શ્રેણીમાં આવે છે
હૈદરાબાદ: વિશ્વ બાઇપોલર દિવસ કોમ્પલેક્ષ સાઇક્લિક ડિસઓર્ડર માનવામાં આવતા બાઇપોલર ડિસઓર્ડરને ડિપ્રેરેશન અને હાઇપોમેનિયાનો સંયુક્ત પ્રભાવ માનવામાં આવે છે.આંકડા બતાવે છે, બાઇપોલર ડિસઓર્ડર વૈશ્વિક આબાદીના 2.7 ટકા લોકોને પ્રભાવિત કરે છે.કેટલાક જાણકારો માને છે કે દર 100માંથી 1 વ્યક્તિને બાઇપોલર ડિસઓર્ડર થવાની સંભાવના છે.
દર 100 માંથી 1 વ્યક્તિ રોગનો શિકાર
મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલ શોધ તથા તેના આંકડા જોઇએ તો દર વર્ષે આત્મહત્યા કરવાવાળા લોકોમાં એક મોટો સમુહ મનોવિકાર રોગથી પીડાતો હોય છે.આ ગંભીર મનોવિકારના સાચા રૂપ અને તેની ગંભીરતાને લઇને વૈશ્વિક સ્તરે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 30 માર્ચે વિશ્વબાઇપોલર દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે એટલે વિશ્વ બાઇપોલર દિવસ 2021ના દિવસે મનાવવા માટે વૈશ્વિક રૂપે સોશ્યલ નેટવર્કિગ સાઇટ્સના માધ્યમથી આ રોગને લઇને અને તેની સંવેદનશીલતાને જન-જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ નક્કિ કરવામાં આવ્યો છે. જેના માટે આ મનોવિકારને લઇને જાગૃતતા ફેલાવા માટે ફોટો તથા વિડીયોને હેશટેગ #વલ્ડબાઇપોલરડે અને #બાઇપોલરસ્ટ્રોગ વાઇલ્સ ટૈગિગં @ઇંટરબાઇપોલરની સાથે ટ્વીટર તથા ઇંન્સ્ટાગ્રામ પર અને @ઇન્ટરનેશનલબાઇપોલરફાઉંડેશનની સાથે ફેસબુકમાં અપલોડ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
રોગ મૂડ પર આધારીત
બાઇપોલર ડિસઓર્ડર વિશ્વબાઇપોલર દિવસ 2021ના અવસર પર માનસિક વિકારના વિષે ETV Bharat સુખીભવની ટીમને વધારે જાણકારી આપતા વરિષ્ઠ મનૌચિકિત્સક ડો. વીના કૃષ્ણન જણાવે છે કે, બાઇપોલર ડિસઓર્ડર અને મૂડ ડિસઓર્ડર છે. જેને ઉન્માદ અને હાઇપોમેનિયાના રૂપમાં પણ સમજી શકાય છે.આ મનોવિકાર રોગમાં વ્યક્તિનો મૂડ વારેવારે બદલાઇ શકે છે, મૂડ બદલવાની સમય અવધી કોઇ વાર અઠવાડિયુ તો કોઇ વાર મહિનીઆ પણ હોય છે.ક્યારેક તે ઉર્જાથી ભરપૂર હોય છે તો ક્યારેક આ વ્યક્તિ વગર થાકે આખો દિવસ કામ કર્યા કરે છે અને વિચાર્યા કરે છે તો ક્યારે એકદમ જ હતાશ થઇ જાય છે.આ અવસ્થામાં બદલાવમાં હાઇપોમિનેક પણ થઇ શકે છે. જો આ સ્ટેજ પર મનોવિકારની ખબર પડી જાય તો થેરાપી અને દવાઓ દ્વારા સ્થિતીને નિયંત્રીત કરી શકાય છે. પરંતુ જો સમસ્યા વધી જાય તો વ્યક્તિ આત્મહત્યા અથવા અન્ય રીતે પોતાને નુક્શાન પહોંચાડવાની કોશિશ કરે છે.જાણકારો કહે છે કે આ મનોવિકારમાં મૂડ એપિસોડ વૈકલ્પિક હોય છે અને વધારે બદલતા રહે છે, પણ જો સમય રહેતા જો આ લક્ષણ પકડી પાડ્યા તો આપણે કોઇની જીંદગી બચાવી શકીએ છે.
આ પણ વાંચો : ઓરીને રોકવા માટે રસીકરણનું મહત્વ