ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Womens World Cup 2022: ઈંગ્લેન્ડે પાકિસ્તાનને નવ વિકેટે હરાવ્યું - ડેનિયલ વ્યાટને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ

ICC મહિલા વર્લ્ડ કપમાં (Womens World Cup 2022) ગુરૂવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે (England Women Cricket Team) પાકિસ્તાનની મહિલા ટીમને (Pakistan Women Cricket Team) નવ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 105 રનમાં ઓલઆઉટ (england beat pakistan by nine wickets) થઈ ગઈ હતી.

Womens World Cup 2022: ઈંગ્લેન્ડે પાકિસ્તાનને નવ વિકેટે હરાવ્યું
Womens World Cup 2022: ઈંગ્લેન્ડે પાકિસ્તાનને નવ વિકેટે હરાવ્યું

By

Published : Mar 24, 2022, 5:40 PM IST

ક્રાઈસ્ટચર્ચઃ ICC મહિલા વર્લ્ડ કપની 24મી (Womens World Cup 2022) મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને નવ વિકેટે હરાવ્યું હતું. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાની (Pakistan Women Cricket Team ) ટીમ 41.3 ઓવરમાં માત્ર 105 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઈંગ્લેન્ડે 19.2 ઓવરમાં (England Women Cricket Team) એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ (england beat pakistan by nine wickets) કરી લીધું હતું.

આ પણ વાંચો:હોકી પ્લેયર વંદના કટારિયા પદ્મશ્રીથી એવોર્ડ સન્માનિત

ડેનિયલ વ્યાટને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ: ઈંગ્લેન્ડની ઓપનર ડેનિયલ વ્યાટને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વ્યાટે 68 બોલમાં 11 ચોગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા હતા. કેપ્ટન હિથર નાઈટે 36 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ઓપનર નાહિદા ખાનને પહેલા જ બોલ પર બોલર કેથરીન બ્રન્ટે પેવેલિયન પરત મોકલી દીધી હતી.

પાકિસ્તાનની અડધી ટીમ 58 રનમાં સમેટાઈ:કેપ્ટન બિસ્માહ માહરૂફ પણ 9 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાનની અડધી ટીમ 58 રનમાં સમેટાઈ ગઈ હતી. અમીને 31 અને સિદ્રા નવાઝે 23 રન બનાવ્યા હતા અને કોઈક રીતે ટીમને 100 રનથી આગળ લઈ ગયા હતા. ઈંગ્લેન્ડની કેથરીન બ્રન્ટ અને એક્લેસ્ટોને 3-3 વિકેટ લીધી હતી. કેટ ક્રોસ અને હીથર નાઈટે પણ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો:વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ લીધી નિવૃત્તિ

ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી: માત્ર 106 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટેમી બ્યુમોન્ટને ડાયના બેગે 2 રને આઉટ કર્યો હતો, પરંતુ તે પછી ડેનિયલ વ્યાટે બેટિંગ કરીને પાકિસ્તાની બોલરોને કોઈ તક આપી નહોતી. વ્યાટે માત્ર 68 બોલમાં 76 રન બનાવ્યા હતા. હિથર નાઈટે 24 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ બંને બેટ્સમેન વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી.

સંક્ષિપ્ત સ્કોર:

ઈંગ્લેન્ડ:107/1 (ડેની વ્યાટ 76, હીથર નાઈટ 24; ડાયના બેગ 1/14).

પાકિસ્તાન: 105/10 (સિદરા અમીન 32, સિદ્રા નવાઝ 23; કેથરિન બ્રન્ટ 3/17, સોફી એક્લેસ્ટોન 3/18).

ABOUT THE AUTHOR

...view details