ઓકલેન્ડઃમહિલા વનડે વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને સેમીફાઈનલનો રસ્તો (australia won by 6 wickets) સાફ કરી લીધો છે. ઓકલેન્ડમાં રમાઈ રહેલી આ (Ind vs Aus) મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારત તરફથી મળેલા 278 રનનો ટાર્ગેટ ત્રણ બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.
આ પણ વાંચો:Womens World Cup 2022: ભારતે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે જીતવું જરૂરી...
મહિલા વનડે વર્લ્ડ કપની આ 18મી મેચ:ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 49.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે 107 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી.