મહારાષ્ટ્ર:યોગગુરુ બાબા રામદેવે (Yoga Guru Baba Ramdev)મહિલાઓના કપડા અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે. થાણેમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે મહિલાઓ સાડી પહેરીને પણ સારી લાગે છે. સલવાર કમીઝ સાથે પણ સારું લાગે છે. મારા મતે કંઈ પણ પહેર્યા વિના પણ સારું લાગે (women look good even if they wear nothing) છે. હવે આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (viral on social media) થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ (Amrita Fadnavis, wife of Maharashtra Deputy Chief Minister) પણ હાજર હતા.
પ્રાપ્ત માહિતી અનુસારરામદેવ બાબાએ થાણેમાં એક સભામાં આ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ યોગા માટે કપડાં લઈને આવી હતી. આ પછી મહિલાઓની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે મહિલાઓ સાડીઓ લઈને આવી હતી. સમયપત્રક મુજબ સવારે યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલાઓ માટે યોગ તાલીમ પ્રવૃતિઓ અને પછી તરત જ મહિલાઓ માટે એસેમ્બલી શરૂ કરવામાં આવી હતી. તેથી જ મહિલાઓને સાડી પહેરવાનો મોકો મળ્યો નથી.