ગયા(બિહાર):ગયામાં એક કારે કાબૂ ગુમાવતાં પુલ પરથી નીચે ખાબકી હતી. નીચે પડતાં કારમાં આગ લાગી હતી. જેમાં એક મહિલા સવારનું મોત નીપજ્યું હતું. આગળની જ્વાળાઓ એટલી જોરદાર હતી કે પતિ તેની પત્નીને વાહનમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ ગયો અને મહિલા જીવતી સળગી ગઈ.
કારે કાબુ ગુમાવતા પુલ પરથી નીચે ખાબકી:મળતી માહિતી મુજબ કાર સવાર દંપતી ગયાથી ટીકરી પોલીસ સ્ટેશન હેઠળના તેમના ગામ પરત ફરી રહ્યા હતા. ટિકરી-કુર્થા રોડ પર કૈલાશ મઠ ગામ પાસે અચાનક તેમની કાર કાબુ બહાર જતાં એક પુલ પરથી ઘણા ફૂટ નીચે પડી હતી. આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી. કાર ચલાવતો પતિ ગેટ ખોલીને બહાર આવ્યો હતો અને તેની પત્નીને પણ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્વાળાઓ એટલી ઝડપથી વધી કે તે તેની પત્નીને બચાવવામાં નિષ્ફળ ગયો. જેના કારણે મહિલા જીવતી સળગી ગઈ હતી અને કારમાં જ તેનું મોત થયું હતું.
પત્નીની સારવાર કરાવીને પરત ફરતાં અકસ્માત:પત્નીની સારવાર કરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરે પહોંચતા રસ્તામાં અચાનક અકસ્માત થયો અને કારમાં જ પત્નીનું મોત થયું. ઘટનાની જાણ થતાં જ ગામમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં જ ટીકરી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સંગીતા દેવીની લાશને વાહનમાંથી બહાર કાઢી હતી.