ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Crime: ઘરની બહાર મહિલાની ગોળી મારી હત્યા, હુમલાખોરે પણ કરી આત્મહત્યા

મહિલાઓ માટે દિલ્હી દિવસે પણ સેફ નથી. ગમે ત્યારે ગમે તે જગ્યાએ તેની સાથે બળાત્કાર, હત્યા કે જાતીય શોષણ કે પછી કંઇ પણ થઇ શકે છે. દિલ્હીમાં ફરી એક વાર મહિલા સુરક્ષા પર સવાલ ઉઠે એવો કિસ્સો સામે આવ્યો છે. બદમાશોએ મહિલાને તેના ઘરની બહાર ગોળી મારી દીધી હતી અને બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. બંનેની મિત્રતા જીમમાં થઈ હતી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. પોલીસ વધારે તપાસ કરીને તમામ પાસાઓ જાણી રહી છે.

Delhi Crime: ઘરની બહાર મહિલાની ગોળી મારી હત્યા, હુમલાખોરે પણ કરી આત્મહત્યા
Delhi Crime: ઘરની બહાર મહિલાની ગોળી મારી હત્યા, હુમલાખોરે પણ કરી આત્મહત્યા

By

Published : Jul 28, 2023, 9:57 AM IST

નવી દિલ્હીઃપહેલાના સમયમાં ક્રાઇમની દુનિયામાં માફિયાઓ ઘરમાં ઘરીને મારવાની વાર કરતા હતા.પરંતુ આ માફિયાઓ ખાલી ધમકી મારતા. પરંતુ આજના સમયમાં કોઈ ધમકી વગર ઘરમાં ઘરીને મારવા જેવા બનાવ સામે આવે છે. દિલ્હીમાં પણ એવો જ બનાવ સામે આવ્યો છે. બદમાશોએ મહિલાને તેના ઘરની બહાર ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ પોતે પણ આત્મહત્યા કરી દીધી હતી.

મહિલાની ગોળી મારીને હત્યા:રાજધાની દિલ્હીના ડાબરી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મહિલાને તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ગોળીબારના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે બાદમાં પોતાને પણ ગોળી મારી દીધી હતી.

ફાયરિંગની ઘટના: આ બાબતની પુષ્ટિ કરતા દ્વારકાના ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું કે પોલીસને રાત્રે 8.45 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી. કહેવામાં આવ્યું છે કે 42 વર્ષીય મહિલાને ગોળી વાગી છે. બાદમાં તેણીની ઓળખ રેણુ તરીકે થઈ છે. ગોળી તેમના ઘરની નજીક છોડવામાં આવી હતી. આ મામલાને ઉકેલવા માટે અનેક ટીમો બનાવવામાં આવી છે, જે મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો હતો, જેમાં બે મહિલાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો આરકે પુરમ વિસ્તારની આંબેડકર બસ્તી સાથે સંબંધિત હતો. મળતી માહિતી મુજબ બંને મહિલાઓ સગી બહેનો હતી. ફાયરિંગની આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

પરસ્પર અદાવતનો મામલો:પ્રાથમિક તપાસમાં પોલીસને પરસ્પર અદાવતનો મામલો લાગી રહ્યો છે. આ મામલામાં ડાબરી પોલીસ સ્ટેશન ઉપરાંત એએટીએસ સહિત ઓપરેશન સેલનો વિશેષ સ્ટાફ અને અન્ય ટીમો તૈનાત કરવામાં આવી છે. નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી જાણી શકાય કે હુમલાખોરો કેવી રીતે આવ્યા અને કઈ બાજુથી આ ઘટનાને અંજામ આપ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર અને મહિલાની એક જીમમાં મિત્રતા હતી અને બંને એકસાથે જિમ જતા હતા.

  1. Surat Crime : 1 કરોડથી વધુની કીમતના દુબઇ લઇ જવાતા રફ હીરા જપ્ત કરતો કસ્ટમવિભાગ
  2. Surat Crime News: ઝારખંડમાં પ્રેમિકા પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપી 18 વર્ષ બાદ સુરતથી પકડાયો

ABOUT THE AUTHOR

...view details