ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંધારણીય સુરક્ષા કવચને મજબૂતી આપશે "know your consntitution": વડાપ્રધાન મોદી - સંવિધાન દિવસ

આજે સંવિધાન દિવસના અવસરે પીએમ મોદીએ 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું, કેવાયસી એટલે કે 'નો યોર કોન્સ્ટિટ્યૂશન' આપણા બંધારણીય સુરક્ષા કવચને પણ મજબૂત કરી શકે છે. તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

By

Published : Nov 26, 2020, 5:19 PM IST

  • 80મા ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં વડાપ્રધાનનું સંબોધન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવિધાન દિવસ અંગે કર્યું સંબોધન
  • KYC (નો યોર કોન્સ્ટિટ્યૂશન) બંધારણીય સુરક્ષા કવચને મજબૂત બનાવશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને સંવિધાન દિવસ અંગે પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, કેવાયસી એટલે કે નો યોર કોન્સ્ટિટ્યૂશન આપણા બંધારણીય સુરક્ષા કવચને પણ મજબૂત કરી શકે છે. 26/11 આતંકી હુમલા પર વાત કરતા વડાપ્રધાને કહ્યું, આજની તારીખે દેશમાં સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. 2008માં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. અનેક દેશના નાગરિકોના પણ આ હુમલામાં મોત થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઃ

  • સમયની સાથે જે કાયદો પોતાનું મહત્ત્વ ગુમાવી ચૂક્યા છે, તેમને હટાવવાની પ્રક્રિયા પણ સહેલી થવી જોઈએ. છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા કાયદા હટાવવામાં આવ્યા છે. શું આપણે એવી વ્યવસ્થા ન બનાવી શકીએ જેનાથી જૂના કાયદાઓમાં સંશોધનની જેમ જૂના કાયદાઓને રિપીલ કરાવવાની પ્રક્રિયા જાતે જ ચાલતી રહે?
  • આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા એ પણ છે કે, બંધારણીય અને કાયદાની ભાષા એ વ્યક્તિને સમજાવવી મુશ્કેલ હોય છે જેમના માટે કાયદો બનાવવામાં આવ્યો છે. મુશ્કેલ શબ્દ, લાંબી લાંબી કતાર, મોટા મોટા ફકરા, ક્લોઝ-સબક્લોઝ એટલે કે જાણે અજાણ્યે એક મુશ્કેલ જાળ બની જાય છે.
  • આપણા કાયદાની ભાષા એટલી સરળ હોવી જોઈએ કે જેનાથા સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી સમજી શકે. આપણે ભારતના લોકોએ પોતાને આ સંવિધાન આપ્યું છે. એટલે આ અંતર્ગત દરેક નિર્ણય, દરેક કાયદાથી સામાન્ય નાગરિક સીધો સંપર્ક અનુભવે એ સુનિશ્ચિત કરવું પડશે.
  • દરેક નાગરિકનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ વધે, એ સંવિધાનની પણ અપેક્ષા છે. અને અમારો પણ આ પ્રયાસ છે. આ ત્યારે જ સંભવ છે જ્યારે આપણે બધા પોતાના કર્તવ્યોને, પોતાના અધિકારોનો સ્ત્રોત ગણીશું. પોતાના કર્તવ્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીશું.
  • કોરોનાના આ સમયમાં આપણી ચૂંટણી પ્રણાલીની મજબૂતી પણ દુનિયાએ જોઈ છે. આટલા મોટા સ્તર પર ચૂંટણી થવી. સમયસર પરિણામ આવવું, સુવ્યવસ્થિત રીતે નવી સરકાર બનવી. એ એટલું સરળ નથી.
  • આપણે સંવિધાનથી જે તાકાત મળી છે, તે આવા દરેક મુશ્કેલ કાર્યોને સરળ બનાવે છે.
  • આ દરમિયાન સંસદના બંને ગૃહમાં નક્કી કરેલા સમયથી વધારે કામ થયું છે. સાંસદોએ પોતાના વેતનમાં કાપ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે. અનેક રાજ્યોના ધારાસભ્યોએ પણ પોતાના વેતનનો કેટલોક હિસ્સો આપીને કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું છે.
  • ઈમરજન્સીના તે સમય પછી ચેક્સ એન્ડ બેલેન્સની સિસ્ટમ વધારે મજબૂત બનતી ગઈ.
  • 70ના દાયકામાં આપણે જોયું હતું કે, કેવી Separation of Powerની મર્યાદાને ભંગ કરવાની કોશિશ થઈ હતી, પરંતુ આનો જવાબ પણ દેશને સંવિધાનથી જ મળ્યો હતો.
  • 26/11ના આતંકી હુમલામાં અનેક ભારતીયના મોત થયા હતા તેમ જ અન્ય દેશના નાગરિકોના પણ મોત થયા હતા. મુંબઈ હુમલામાં માર્યા ગયેલા લોકોને હું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું.
  • આજનો દિવસ પૂજ્ય બાપુની પ્રેરણાને, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિબદ્ધતાને પ્રણામ કરવાનો છે.

ABOUT THE AUTHOR

...view details